ધનખડ નવા ઉપરાષ્ટ્રપતિ: 11મીએ શપથ લેશે

ધનખડ નવા ઉપરાષ્ટ્રપતિ: 11મીએ શપથ લેશે
- વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને 346 મતથી હરાવ્યા : 725 સાંસદોએ કર્યું મતદાન: મમતાના બે સાંસદનું ક્રોસ વોટિંગ : 55 ગેરહાજર
 
નવી દિલ્હી, તા.6 : પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ (71) દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે તેઓ 11 ઓગસ્ટે શપથ લઈ વૈંકેયા નાયડુનું સ્થાન લેશે. પ્રચંડ વિજય બાદ રાજનેતાઓ તેમને અભિનંદન આપવા ઉમટયા હતા. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે શનિવારે યોજાયેલા મતદાનમાં કુલ 7રપ સાંસદોએ મતદાન કર્યું હતું જેમાં એનડીએના ઉમેદવાર ધનખડને પર8 અને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર માર્ગરેટ અલ્વાને 18ર મત મળ્યા હતા. સપાના બે, શિવસેનાના બે, બસપાના એક સાંસદે મતદાનમાં ભાગ લીધો ન હતો. મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસના 34 સાંસદે પણ મતદાનમાં ભાગ લેવાનું ટાળ્યું હતું. બે સાંસદે ક્રોસ વોટિંગ કર્યું અને 1પ મત અમાન્ય ઠર્યા હતા. મમતા બેનર્જીના બે સાંસદ શિશિર અને દિવ્યેંદુએ પાર્ટી વિરુદ્ધ જઈ મતદાન કર્યું હતું.
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એક જ દિવસમાં મતદાન અને પરિણામ જાહેર થયું છે. શનિવારે સવારે 10થી સાંજે પ સુધી મતદાન થયું અને સાંજે 6 વાગ્યાથી કાઉન્ટિંગ શરૂ થયા બાદ ટૂંક સમયમાં પરિણામ જાહેર થયું હતું. એનડીએના ઉમેદવાર ધનખડે વિપક્ષના ઉમેદવાર અલ્વાને 346 મતના ભારે અંતરથી હરાવ્યા હતા. પરિણામ પહેલા જ ધનખડનો વિજય નિશ્ચિત મનાતો હતો અને ભાજપના કાર્યકરોએ ઢોલ નગારા વગાડી અગાઉથી ઉજવણી પણ શરૂ કરી દીધી હતી. જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ આવતા વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી શાહ સહિત નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કુલ પપ સાંસદે મતાધિકારનો ઉપયોગ કર્યો ન હતો. ભાજપના સાંસદ સની દેઓલ અને સંજય ધોત્રેએ સ્વાસ્થ્ય કારણોસર ભાગ લીધો ન હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અભિષેક મનુ સિંઘવી કોરોનાથી સંક્રમિત હોવાને કારણે પીપીઇ કિટ પહેરીને સંસદ પહોંચ્યા અને મતદાન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ સૌ પહેલો વોટ આપ્યો હતો. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ વ્હીલચેરમાં બેસીને મતદાન કરવા આવ્યા હતા. સોનિયા-રાહુલ ગાંધી સહિતે મતદાન કર્યું હતું.

© 2022 Saurashtra Trust