મોંઘવારી અંગે સરકારની ઝાટકણી કાઢતા AIUDF પ્રમુખ
નવી દિલ્હી, તા.6 : ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રંટ (એઆઇયુડીએફ) ના પ્રમુખ બદરુદ્દીન અઝમલે કહ્યંy કે મદરેસાના ખરાબ લોકો સાથે તેમને કોઈ સહાનુભૂતિ નથી. તે લોકો જ્યાં ક્યાંય પણ મળે સરકાર તેમને ઉઠાવી લે અને ગોળીથી ઠાર મારે. બદરુદ્દીને કહ્યંy કે જો મદરેસામાં એક-બે ખરાબ શિક્ષક છે તો સરકાર તપાસ કરે અને તેમની અટકાયત કરે. તપાસ પૂરી થતાં તેમને ઉઠાવી લે અને પછી જે કરવું હોય તે કરે. જો એ લોકોને કારણે સમગ્ર મુસ્લિમ સમુદાયને જેહાદી કહેવામાં આવે તો તે જેહાદ નહીં, આતંકવાદ છે. સરકારે તેમને રોકવા જોઈએ. તેમણે પોતાની સરહદોની રક્ષા કરવી જોઈએ અને ગુપ્તચર તંત્રને મજબૂત બનાવવું જોઈએ.
સામાન્ય જનની પીડા અંગે સરકારના ઉદાસિન વલણ અંગે સત્તાધારી પક્ષોના નેતાઓની નિંદા કરતાં બદરુદ્દીને કહ્યંy કે ભારતનું નાણું નાણા મંત્રી નિર્મલા સીતારમન પાસે છે તેમને કેવી રીતે ખબર પડશે કે એક વ્યક્તિ કંઈક ખરીદવા કેટલો ખર્ચ કરે છે ? મોંઘવારી અંગે તેમણે કહ્યંy કે ભાજપના મંત્રીઓ અને સાંસદો એ બાબતથી અજાણ છે કે વધતી કિંમતોથી જનતા કેવી રીતે અસરગ્રસ્ત બની રહી છે ? કોઈ મંત્રી માનવા તૈયાર નથી કે મોંઘવારી છે.
મદરેસાના એ ખરાબ લોકોને સરકાર ઉઠાવે અને ગોળી મારી દે: બદરુદ્દીન
