અર્પિતા મુખર્જીના જીવ પર જોખમ : ED

અર્પિતા મુખર્જીના જીવ પર જોખમ : ED
પાર્થ અર્પિતાના નામે 50 જેટલા બેંક એકાઉન્ટ હોવાનું ખૂલ્યું
નવીદિલ્હી,તા.6 : શિક્ષક ભરતી કૌભાંડમાં ધરપકડ કરાયેલા મમતા સરકારના પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જી અને તેમના સહયોગી અર્પિતા મુખર્જીને ઈડી
દ્વારા આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતાં. સુનાવણી બાદ કોર્ટે બન્નેને 18 ઓગસ્ટ (14 દિવસ) સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતાં. સુનાવણી દરમિયાન ઈડીએ કહ્યું કે અર્પિતા મુખર્જીનો જીવ જોખમમાં છે. તેને ધ્યાનમાં રાખીને કોર્ટે વિશેષ સુચના આપી કે અર્પિતા મુખર્જીને ચારથી વધુ સહ કેદીઓ સાથે જેલમાંરાખવધામાં આવશે નહીં. તેમને ખોરાક આપતાં પહેલા તેની તપાસ કરવામાં આવશે. તેમની સુરક્ષા માટે જેલમાં 24 કલાક ગાર્ડસ તૈનાત રહેશે.  પાર્થ ચેટરજી અને અર્પિતા મુખરજી બોગસ કંપનીઓ ધરાવે છે તેવું તો ઈડીની તપાસમાં સામે આવ્યું છે પણ હવે એવી પણ જાણકારી ઈડીને મળી છે કે, આ બન્નેના નામે ઓછામાં ઓછા 50 જેટલા બેંક એકાઉન્ટ પણ છે. પાર્થ ચેટરજી અને અર્પિતા મુખરજી પાસેથી મળેલી જાણકારી બાદ હવે ઈડી દ્વારા બેંકો પાસે પણ ડિટેલ માગવામાં આવી છે.

© 2022 Saurashtra Trust