મણિપુરમાં લાગુ કરવામાં આવશે NRC

મણિપુરમાં લાગુ કરવામાં આવશે NRC
જનસંખ્યામાં નોંધપાત્ર વધારાને ધ્યાને લઈને જનસંખ્યા આયોગનું પણ ગઠન થશે
નવી દિલ્હી, તા. 6 : મણિપુર વિધાનસભાએ રાજ્ય જનસંખ્યા આયોગનાં ગઠન અને એનઆરસીને લાગુ કરવા માટે સર્વસહમતીથી બે ખાનગી સભ્ય પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે. રાજ્ય વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે શુક્રવારે જેડીયુ વિધાયક જોયકિશન દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં દાવો કર્યો હતો કે રાજ્યના પહાડી ક્ષેત્રમાં 1971 અને 2001 વચ્ચે 153.3 ટકા જનસંખ્યા વૃદ્ધિ જોવા મળી છે. 2001-2011 વચ્ચે આ વૃદ્ધિ 250.9 ટકા
થઈ છે.
જોયકિશનને કહ્યું હતું કે, ઘાટીનાં ક્ષેત્રોમાં 1971થી 2001 સુધી 94.8 ટકા અને 2001થી 2011 સુધી લગભગ 125 ટકા જનસંખ્યા વૃદ્ધિ નોંધાઈ છે. જેડીયુ વિધાયકે મણિપુરમાં બહારના લોકોની ઘૂસણખોરી અંગે ચિંતા વ્યક્ત કરી છે. વધુમાં દાવો કર્યો છે કે ઘાટીના જિલ્લાના લોકોને પહાડીઓમાં વસવાનો પ્રતિબંધ છે અને અત્યાધિક જનસંખ્યા વૃદ્ધિ, વિશેષ રૂપથી પહાડી ક્ષેત્રમાં વૃદ્ધિ માટે બહારના લોકોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. જેમાં મ્યાંમારના લોકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી એન બીરેન સિંહે પણ પ્રસ્તાવો ઉપર ચર્ચામાં ભાગ લીધો હતો અને કહ્યું હતું કે, જનસંખ્યા આયોગની સ્થાપના અને રાજ્યમાં એનઆરસી લાગુ કરવાના પ્રસ્તાવ સદનના તમામ સભ્યોના સામૂહિક હિતોની સેવા કરશે.

© 2022 Saurashtra Trust