તળાજામાં રેતીવહન કરતા ડમ્પરના ચાલકે બોલેરો જીપને અડફેટે લેતા 3 લોકોને ઇજા

ડમ્પરમાં વહન થતી રેતી બિલ્ટીવાળી હતી કે કેમ તેની તપાસ થવી જોઈએ
 
તળાજા, તા.6 : તળાજા અલંગ દાઠા પોલીસ મથક નીચેના વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે દરિયાની રેતી શેત્રુંજી નદીની રેતી અને માટીનું ખનન થઈ રહ્યું છે. ખનન કરીને જે વાહનોમાં વહન કરવામાં આવે છે તે વાહનો બેફિકરાઇપૂર્વક પૂરપાટ ઝડપે દોડતા આવવાનું ઘણી વખત સામે આવ્યું છે. આજે આવું જ એક ડમ્પર મીઠી વીરડી પાસેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે એક બોલેરો લોડીંગ વાહનને અડફેટ લેતા ત્રણ વ્યક્તિને ઈજા થઈ હતી.
અલંગ પોલીસ મથકમાં ભારાપરા ગામના ઘૂડાભાઈ જોધાભાઈ ડાભી (ઉ.વ.38)એ નોંધાવેલી ફરિયાદ મુજબ આજે સવારે 10:30ના સુમારે પોતાનું બોલેરો લોડીંગ વાહન નં.જીજે-4-એડબલ્યુ- 0648 ચલાવી મીઠી વીરડી પાસેથી પસાર થતા હતા. એ સમયે રેતી ભરેલા ડમ્પર નં.જીજે 12 ઝેડ - 3147ના ચાલકે બેફિકરાઇથી બોલેરો સાથે અથડાવી ઢસડી બોલેરોને ખાળિયામાં ઊંધી નાખી દીધી હતી.
આથી બોલેરોમાં બેસેલા નાથાભાઈ પાંચાભાઇ શિયાળ તથા ગીતાબેન ગાવિંદભાઈ શિયાળ અને ચાલક ઘૂડાભાઈ ડાભીને ઇજા થઈ હતી. બીજી તરફ આ ડમ્પરમાં ભરેલી રહેતી ખરેખર પાસ પરમીટ વાળી છે કે કેમ તેની તપાસ થવી જોઈએ.

© 2022 Saurashtra Trust