મેડલ ટેલીમાં પાકિસ્તાન 18મા ક્રમાંકે : માત્ર પાંચ મેડલ જ જીત્યા

મેડલ ટેલીમાં પાકિસ્તાન 18મા ક્રમાંકે : માત્ર પાંચ મેડલ જ જીત્યા
બર્મિંઘમ, તા. 6: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન જારી છે અને સતત મેડલ વરસી રહ્યા છે. જો કોમવેલ્થની મેડલ ટેલી ઉપર ધ્યાન આપવામાં આવે તો ટીમ ઇન્ડિયા સતત ટોપ 5મા છે. ગોલ્ડ મેડલની રેસમાં પહેલા ભારત પાછળ હતું પણ પહેલવાનોના દમ ઉપર એક જ દિવસમાં ત્રણ ગોલ્ડ મેડલ નામે થયાં છે. જો કે પાડોશી દેશ પાકિસ્તાનની હાલત ખરાબ છે. છ ઓગસ્ટ સુધીમાં ભારત મેડલની યાદીમાં પાંચમા ક્રમાંકે છે. ભારતે અત્યારસુધીમાં કુલ 28 મેડલ જીતી લીધા છે. જેમાં નવ ગોલ્ડ મેડલ સામેલ છે જ્યારે 10 સિલ્વર અને 9 બ્રોન્ઝનો પણ સમાવેશ થાય છે. જો પાકિસ્તાનની વાત કરવામાં આવે તો પાકિસ્તાન યાદીમાં આઠમા ક્રમાંકે છે. પાકિસ્તાને અત્યારસુધીમાં માત્ર પાંચ મેડલ જ જીત્યા છે. જેમાં એક ગોલ્ડ મેડલ છે અને બે-બે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ છે.

© 2022 Saurashtra Trust