કોમનવેલ્થમાં ભારતીય ખેલાડીઓની આગેકૂચ

કોમનવેલ્થમાં ભારતીય ખેલાડીઓની આગેકૂચ
મહિલાઓની 10,000 મીટર  રેસ વોકમાં પ્રિયંકાને, સ્ટીપલચેઝમા સેબલન સિલ્વર : બોક્સર જેસ્મીન અને કુસ્તીમાં પૂજાને બ્રોન્ઝ, લોન બોલ્સમાં પણ પુરૂષ ટીમ પણ બીજા ક્રમાંકે
 
નવીદિલ્હી, તા.6: બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સના નવા દિવસે ભારતીય ખેલાડીઓ દ્વારા દમદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓની 10000 મીટર રેસ વોકમાં ભારતની પ્રિયંકા ગોસ્વામીએ સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે જ રેસ વોક મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા બની છે. આ રેસમાં પ્રિયંકાએ પોતાનો પર્સનલ બેસ્ટ રેકોર્ડ પણ કર્યો હતો. પ્રિયંકાએ શનિવારે ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો અને એથલેટિક્સમાં ત્રીજો મેડલ અપાવ્યો હતો. જ્યારે અવિનાશ મુકંદ સેબલે પુરૂષોની 3000 મીટર સ્ટીપલ ચેઝમાં સિલ્વર મેડલ નામે કર્યો હતો.  આ ઉપરાંત લોન બલ્સના મેન્સ ટીમ ઈવેન્ટમાં ભારતીય ટીમે સિલ્વર મેડલ જીતી લીધો છે. ફાઈનલમાં સુનીલ, નવનીત, ચંદન અને દિનેશની આગેવાનીની ટીમે નોર્ધન આયર્લેન્ડને હરાવ્યું હતથું. લોન બોલ્સમાં મહિલા ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. બોક્સિગમાં ભારતની જેસ્મીન લેંબોરીયા સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડની જેમમાં પેગ સામે 3-2થી હારી જતાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.  કુસ્તીમાં પૂજા ગેહલોતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ ઉપરાંત રેસલર રવિ દહિયાએ પાકિસ્તાનના અસદ અલીને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. આ સાથે જ ભારત માટે વધુ એક મેડલ નિશ્ચિત થયો છે. દહિયાએ અસદ અલીને 14-4થી હરાવ્યો હતો. અગાઉ દહિયાએ સેમિફાઈનલમાં  ન્યુઝિલેન્ડના રેસલરને 10-0થી પછાડ આપી હતી. રેસલિંગમાં વિનેશ ફોગાટ અને પૂજા સિહાગે પણ આગેકુચ કરી છે અને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ક્વાર્ટર ફાઈનલમાં વિનેશે નાઈઝીરીયાની મર્સીને 6-0થી હરાવી હતી.
બીજી તરફ ભારતીય સ્ટાર શટલર પીવી સિંધૂ મહિલા સિંગલ્સના સીમફાઈનલમાં પહોંચી ગઈ છે. સિંધૂએ  મલેશિયાની જિન વીને 19-21, 21-14, 21-18થી હરાવી હતી. મહિલા રેસ વોકમાં પ્રિયંકા ગોસ્વામીએ 43.38 મિનિટમાં રેસ પૂરી કરીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાની જેમિમાને ગોલ્ડ મેડલ મળ્યો છે. જેમિમાએ 42.34 મિનિટમાં રેસ પુરી કરી હતથી.આ ઉપરાંત સ્ટીપલચેઝમાં અવિનાશ સાબેલેએ 8.11.20 મિનિટમાં રેસ પુરી કરી હતી અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.  બોક્સિંગમાં અમિત પંઘાલે 51 કિગ્રાની શ્રેણીમાં ઝામ્બિયાના પેટ્રિક ચિનેયમ્બાને 5-0થી હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે અને ભારત માટે મેડલ પાક્કો કર્યો છે. નીતૂએ મહિલા બોક્સિંગમાં 48 કિગ્રાની કેટેગરીસમાં કેનેડાની પ્રિયંકાને સેમિફાઈનલમાં 5-0થી હરાવી હતી.

© 2022 Saurashtra Trust