બર્મિંગહામ, તા.પ: કોમનવેલ્થ ગેમ્સની કુસ્તી સ્પર્ધાઓમાં ભારતીય પહેલવાનોએ દબદબા સાથે જોરદાર પ્રારંભ કર્યોં છે. સ્ટાર પહેલવાન અને ઓલિમ્પિક મેડલિસ્ટ બજરંગ પૂનિયા, દીપક પૂનિયા અને અંશુ મલિક તેમના વર્ગના મુકાબલા જીતીને ફાઇનલમાં પહોંચ્યા હતા. અંશુ મલિક પ7 કિલો વર્ગના ફાઇનલમાં નાઇજિરીયાની ખેલાડી સામે હારી હતી. આથી અંશેને રજત ચંદ્રકથી સંતોષ માનવો પડયો હતો.જયારે સાક્ષી મલિકે સેમિમાં આગેકૂચ કરી છે.
વર્તમાન કોમનવેલ્થ ચેમ્પિયન બજરંગ પૂનિયાએ 6પ કિલો વર્ગ ફ્રી સ્ટાઇલમાં સેમિ ફાઈનલમાં ઇંગ્લેન્ડના રેસલર જોર્જ રેમને ફકત બે મિનિટની અંદર 10-0થી ચિત કરી દીધો હતો અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ પહેલા બજરંગે મોરેશિયસના રેસલર જીન ગુઇલિનને 6-0થી હાર આપીને સેમિમાં જગ્યા પાકી કરી હતી.
જ્યારે મહિલાઓની પ7 કિલો વર્ગની સ્પર્ધામાં અંશુ મલિકે સેમિમાં શ્રીલંકાની નેથમી પોરૂથોટાગેને 10-0થી હાર આપીને ગોલ્ડ મેડલ મુકબલામાં જગ્યા બનાવી હતી. અંશુ મલિક આ પહેલાપ7 કિલો વર્ગમાં ફકત 64 સેકન્ડમાં જ ઓસ્ટ્રેલિયાની ઇરેન સિમોનોડિસને 10-0થી મુકાબલો જીતીને અંતિમ ચાર રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. પુરુષોના 12પ કિલો ફ્રી સ્ટાઇલમાં ભારતના મોહિત ગ્રેવાલે સાઇપ્રસના પહેલવાન એલેક્સિસને 10-1થી હાર આપીને સેમિમાં એન્ટ્રી કરી હતી. દીપક પૂનિયા સેમિ ફાઇનલમાં કેનેડાના પહેલવાન કે. મુરેને 3-1થી પરાજીત કરીને ફાઇનલમાં પહોંચ્યો છે. બીજી તરફ સાક્ષી મલિક સેમિમાં પહોંચી હતી.
કુસ્તીમાં અંશુને સિલ્વર મેડલ બજરંગ અને દીપક ફાઇનલમાં
