ગુજરાતની ભાવિના પટેલે ચંદ્રક પાકો કર્યોં

ગુજરાતની ભાવિના પટેલે ચંદ્રક પાકો કર્યોં
પેરા ટેબલ ટેનિસના ફાઇનલમાં પહોંચી
બર્મિંગહામ, તા.પ: ગુજરાતની પેરા ટેબલ ટેનિસ મહિલા ખેલાડી ભાવિના પટેલ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે વધુ એક મેડલ નિશ્ચિત કરી દીધો છે. ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસની રમતના ફાઇનલમાં પહોંચી ગઇ છે.
ટોકયો પેરાલ્મિપિકની સિલ્વર મેડલિસ્ટ 3પ વર્ષીય ભાવિના પટેલનો સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડની પેરા ખેલાડી સૂ બેલી વિરૂધ્ધ 11-6, 11-6 અને 11-6થી શાનદાર વિજય થયો હતો. ગોલ્ડ મેડલ મેચમાં ભાવિનાની ટક્કર શનિવારે નાઇજિરીયાની ખેલાડી ક્રિસ્ટીના વિરૂધ્ધ થશે.

© 2022 Saurashtra Trust