સાઉદી અને ઓપેક દેશો કરતાં પણ સસ્તા દરે વેચાણ
નવી દિલ્હી, તા.પ : ભારતના ક્રૂડ બજારમાં રશિયાએ સાઉદી અને ઓપેક દેશોનો દબદબો ખતમ કરી નાખતાં નવો ઈતિહાસ રચ્યો છે. વર્ષ ર0ર1 સુધીમાં સાઉદી અરબ ભારતમાં બીજુ સૌથી મોટુ ક્રૂડનું નિકાસકાર હતું અને રશિયા છેક 9મા ક્રમે હતું.
પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં શરુ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સ્થિતિ બદલાઈ છે. પશ્ચિમી દેશોએ રશિયાના ક્રૂડ પર લગાવેલા પ્રતિબંધોને પગલે ભારતીય બજારમાં રશિયાની સ્થિતિ ધરમૂળ બદલાઈ છે. રશિયા હાલ ભારતને સાઉદી અને ઓપેક દેશોથી પણ સસ્તુ ક્રૂડ વેંચી રહ્યું છે. યુક્રેન પર યુદ્ધને કારણે રશિયાને ભારતીય બજાર સર કરવાની તક મળી જેમાં તેણે જરાય મોડુ કર્યું નથી. ભારત વિશ્વમાં ક્રુડનો એક અગ્રણી આયાતકાર દેશ છે. ભારત પોતાની ક્રૂડ જરુરિયાતનો 8પ ટકા હિસ્સો આયાત કરે છે.
અહેવાલ મુજબ આ વર્ષના પહેલા ત્રિમાસિક એટલે કે એપ્રિલથી જૂન સુધી રશિયાનું ક્રૂડ ભારતમાં સાઉદીના ક્રૂડ કરતાં પણ સસ્તું વેંચાયુ છે. મે ર0રરમાં રશિયાએ પ્રતિ બેરલ અધધ 19 ડોલરના ડિસ્કાઉન્ટ ભાવે ભારતને ક્રૂડ વેંચ્યું હતું. હાલ ઈરાક ભારતને સૌથી વધુ ક્રૂડની સપ્લાય કરી રહ્યંy છે. ત્યાર પછીના ક્રમે રશિયા છે.
ક્રૂડનો કારોબાર : ભારતને નિકાસ કરવામાં સાઉદીને પાછળ રાખતું રશિયા
