શ્રીનગર, તા. 5 : પુલવામાના ગદુરા વિસ્તારમાં આતંકવાદીઓએ કરેલા ગ્રેનેડ એટેકમાં એક પ્રવાસી શ્રમિકે જીવ ગુમાવ્યો છે. જ્યારે બે શ્રમિકને ઈજા પહોંચી છે. પાંચ ઓગષ્ટના રોજ આર્ટિકલ 370 દૂર થવાની ત્રીજી વરસી છે. જેની પહેલા આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે સમગ્ર વિસ્તારમાં અભિયાન ચલાવવામાં આવ્યું છે. તેમજ માર્યા ગયેલા શ્રમિકની ઓળખ મોહમ્મદ મુમતાઝ તરીકે થઈ છે. જે બિહારના સકવા પરસાનો હતો.
ઘાયલ શ્રમિકોના નામ મોહમ્મદ આરિફ અને મોહમ્મદ મજબુલ છે. આ બન્ને પણ બિહારના રામપુરના છે. પોલીસના કહેવા પ્રમાણે બન્ને ઈજાગ્રસત શ્રમિકની હાલત સ્થિર છે. હુમલાની નિંદા કરતા શ્રીનગરના પૂર્વ ડેપ્યુટી મેયર શેખ ઈમરાને કહ્યું હતું કે, હિંસાને કોઈપણ રૂપમાં સ્વીકાર કરી શકાય નહી. ઉલ્લેખનિય છે કે, 2019ની પાંચમી ઓગષ્ટે સરકારે જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યો હતો. શુક્રવારે તેની ત્રીજી વરસી હતી.