બોટાદના વેપારીને દાગીના બનાવવાના બહાને બોલાવી

રૂ. 11 લાખની ખંડણી માગનાર આરોપીઓ જેલ હવાલે
બોટાદ, તા. 4: અહી ં તુલસી જ્વેલર્સ નામની દુકાન ધરાવતા વેપારીને ફોન કરી દાગીના બનાવવાના બહાને બોલાવી રૂ.11 લાખની ખંડણી માગવા અંગે પકડાયેલ મહિલા સહિત ચારેય આરોપીને જેલ હવાલે કરાયા હતા.
આ બનાવ અંગે પાળિયાદ રોડ પર હરીકૃષ્ણ બંગલોમાં રહેતાં અને અંબાજી ચોકમાં તુલશી જ્વેલર્સ નામની દુકાન ધરાવતાં રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ નવીનભાઇ  રોજાસરાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કૈલાશ ઉર્ફે રાધિકા જયંતીભાઇ ચાવડા, જયદીપ ઉર્ફે જલો કાલિયા, જયદીપ અને કનુ ભોજકની ધરપકડ કરી હતી. બાદમાં ચારેયને કોર્ટમાં રજૂ કરાતા જેલ હવાલે કરાયા હતા.
 

© 2022 Saurashtra Trust