મેનેજરને પોલીસ સ્ટાફના માણસો હોવાનું જણાવી રૂમ બુક કયો’તો
મોડાસા, તા.પ : મોડાસા બાયપાસ રોડ પર આવેલી હોટલ મેરીલેન્ડમાં નવ નબીરાઓ દ્વારા પોલીસ સ્ટાફના માણસો હોવાનું મેનેજરને ધમકાવી રૂમ ભાડે રાખી જુગાર રમતા હોવાની બાતમીના આધારે એલસીબીના સ્ટાફે દરોડો પાડયો હતો અને જુગાર રમતા નવ નબીરાઓને ઝડપી લઈ રૂ.61.ર00 ની રોકડ, 11 મોબાઈલ, કાર, બે વાહન સહિત રૂ.4.86 લાખથી વધુની મતા કબજે કરી હતી.
પોલીસે દરોડા દરમિયાન મોડાસાના જીતપુર (મરડીયા)ના વિજય જશવંતલાલ સુથાર, માલપુરના રાજદીપસિંહ કરણસિંહ રાઠોડ, ચિરાગ સુભાષચંદ્ર ભટ્ટ, જીજ્ઞેશ મહેશ પ્રજાપતિ, જૈમીન પ્રકાશ રામી, શૈલેષ ગોવિંદ પરમાર, જયંતી મેવા લુહાર, જીગર નવીન પટેલ અને જયંતી કાલુલાલજી પટેલને ઝડપી લીધા હતા. તેમજ હોટલમેનેજર સામે પણ જાહેર નામા ભંગનો ગુનો નોંધ્યો હતો. સ્થાનિક પોલીસને ઉંઘતી રાખીને એલસીબીએ જુગાર દરોડો પાડતા પોલીસની કહેવાતી કામગીરી સામે અનેક તર્કવિતર્કે થઈ
રહ્યા છે.