દેશમાં પરંપરાગત રીતે થશે શાળાનો અભ્યાસ

દેશમાં પરંપરાગત રીતે થશે શાળાનો અભ્યાસ
સરકારે બાબા રામદેવને સોંપી ભારતીય શિક્ષા બોર્ડની કમાન

નવી દિલ્હી, તા. 4 : કેન્દ્રસરકારે આઝાદીના 75 વર્ષ પુરા થવા ઉપર ભારતીય શિક્ષા બોર્ડનું ગઠન કરીને તેના સંચાલનની જવાબદારી બાબા રામદેવના પતંજલિ યોગપીઠ ટ્રસ્ટને સોંપી છે. બાબા રામદેવે આ જવાબદારી મળવા બદલ પીએમ મોદીનો આભાર માન્યો છે. બાબા રામદેવે કહ્યું હતું કે, જ્યારે પુરો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે તેવામાં કેન્દ્રની મોદી સરકારે ભારતીય શિક્ષા બોર્ડનું ગઠન કરીને એક ઐતિહાસિક કાર્ય
કર્યું છે.
શિક્ષાનું સ્વદેશીકરણ કરવા માટે સીબીએસઈની જેમ એક રાષ્ટ્રીય સ્કૂલ બોર્ડ સ્થાપિત કરવાનો વિચાર સૌથી પહેલા બાબા રામદેવને જ આવ્યો હતો. વર્ષ 2015મા તેમણે પોતાના હરિદ્વાર સ્થિત સ્કુલી શિક્ષા બોર્ડમા મહર્ષિ દયાનંદની પુરાતન શિક્ષા અને આધુનિક શિક્ષાનું મિશ્રણ કરીને ભારતીય શિક્ષા બોર્ડની સ્થાપનાનો પ્રસ્તાવ મુક્યો હતો. જો કે શિક્ષણ મંત્રાલયે 2016મા પ્રસ્તાવને ખારિજ કર્યો હતો. ત્યાર બાદ બાબા રામદેવે ફરીથી પ્રયાસ કર્યો હતો અને મોદી સરકારના મંત્રીઓ સાથે મળીને ભારતીય શિક્ષા બોર્ડ શરૂ કરવાના ફાયદા બતાવ્યા હતા.
ત્યાર બાદ 2019માં સામાન્ય ચૂંટણી પહેલા ભારતીય શિક્ષા બોર્ડના ગઠનની કામગીરી પુરી કરી લેવામાં આવી હતી. જેને 2019મા લોકસભા ચૂંટણીની આચારસંહિતા પુરી થવાના અમુક કલાક પહેલા જ મંજૂરી મળી હતી.

© 2022 Saurashtra Trust