ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રેન્કિંગમાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા ક્રમે

ગુજરાત સતત ત્રીજીવાર ‘બેસ્ટ પરફોર્મર’ રાજ્ય જાહેર થયું
અમદાવાદ, તા.5: ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ રેન્કિંગમાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા ક્રમે સાથે ટોપ એચીવર સ્ટેટ બન્યું છે. નોંધનીય છે કે, ડીપીઆઇટીએ સુચવેલા 301 જેટલા રિફોર્મ્સનું 100 ટકા પાલન કરનારા માત્ર બે રાજ્યોમાં ગુજરાત રાજ્યએ સ્થાન મેળવ્યું છે. એટલુ જ નહીં, સ્ટેટ્સ સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021માં ગુજરાત સતત ત્રીજી વખત ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ જાહેર થયુ છે જે સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે.
રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણી જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા બિઝનેશ રિફોમ્સ એકશન સ્ટેટ તરીકે ગૌરવ પ્રાપ્ત કર્યું છે. 90 ટકાથી વધુ ફિડબેક સ્કોર સાથે ગુજરાત સમગ્ર દેશભરમાં દ્વિતિય નંબર હાંસલ કર્યો છે. આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરવા નિયમોનાં સરળીકરણ થકી રોકાણોને પ્રોત્સાહન આપવા ડીપીઆAિાાઇટીની પાંચમી આવૃત્તિમાં દેશનાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 301 રિફોર્મ્સ સુચવવામાં આવ્યા હતા.
15 જેટલા જુદા જુદા  ક્ષેત્રોને આવરી લેતા આ રિફોર્મ્સમાં રોકાણણી ક્ષમતા, ઓનલાઇન સીંગલ વિન્ડો સીસ્ટમ,  શ્રમિક નિયમન સક્ષમતા અને વાણિજ્યિક વિવાદ લવાદનું નિવારણ જેવા વિષયોનો સમાવેશ થાય છે. એક્ષપોર્ટ પ્રીપેડનેસ ઇન્ડેકસ 2020 અને 2021માં ગુજરાતને પ્રથમ ક્રમે મળ્યો છે. એટલું જ નહીં, ગુજરાત વિદેશી મુડીરોકાણમાં પણ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બન્યું છે. ડોમેસ્ટીક મુડીરોકાણમાં પણ ગુજરાતે 1.05 લાખ કરોડનું મુડીરોકાણ કરી, દેશમાં અવ્વલ સ્થાન હાંસલ કર્યું છે. આ બધી પહેલના પરિણામે રાજ્યને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ રેન્કીંગમાં ટોપ એચિવર તરીકે સ્થાન પ્રાપ્ત થયું છે.

© 2022 Saurashtra Trust