ભાણવડની આઠ વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સખત કેદની સજા

કેદ ઉપરાંત રૂ.22હજારનો દંડ
જામ ખંભાળિયા,તા.5: ભાણવડમાં આઠ વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ આચરવા અંગે પકડાયેલા પાસ્તરના સંદીપ રવજીભાઇ શીંગળીયા સામેનો કેસ ચાલી જતાં
પાસ્તરનો સંદીપ રવજીભાઈ શીંગળીયા   ફરિયાદીના સસરાનો દૂરનો સંબંધી થતો હોય અને ભાણવડ ખાતે દુકાન ધરાવે છે. ફરિયાદીના સસરાના મકાનની સામે તેની દુકાન આવેલ હોય અને ફરિયાદીના કુટુંબનો દૂરનો સંબંધી હોય અવાર નવાર ફરિયાદીના સસરાના ઘરે આવતો જતો હતો. આ દરમિયાન ભોગ બનનાર તેમના દાદાના ઘરે આવેલ હોય તેને બીસ્ટીક વિગેરેની લાલચ આપી અને તેમની દુકાને લઈ જઈ દુકાનની પાછળ આવેલ જગ્યામાં ભોગ બનનાર બાળાની જાતીય સતામણી કરી અડપલાં કરી  દુષ્કર્મ આચર્યુ હતું. ત્યાર બાદ ફરી વખત આરોપી ફરિયાદીના રહેણાક મકાને આવીને છત ઉપર રુમમાં  બીજી વખત દુષ્કર્મ આચરેલ તથા કોઈને કઈશ તો મારી નાંખવાની ધમકી આપી હતી. બીજા દિવસે ભોગ બનનાર બાળાને પેશાબ કરવામાં બળતરા થતી હોવાની વાત તેમની માતાને જણાવેલ અને ફરિયાદીએ ઉનાળો હોવાથી ઉનવા થયો હોવાનું માની લીધેલ અને ભોગબનનારનાં કપડા ધોવા જતા ભોગ બનનારના માતાએ બાળાના કપડામાં લોહી જોતા ભોગ બનનારને આ બાબતે ફોસલાવીને પૂછતા તેમજ ડોક્ટર પાસે લઈ જઈ બતાવતા અને ત્યાં વિશ્વાસમાં લઈ પૂછતા તેમણે તેમની સાથે બનેલ અને આરોપીએ દુષ્કર્મ આચરેલની હકીકત જણાવેલ જેથી ભોગ બનનારના માતાએ  તા.01-05-20ના વિગતવારની ફરિયાદ  આરોપી વિરુધ્ધ ભાણવડ પોલીસમાં નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી સંદીપ શીંગળીયાની ધરપકડ કરી હતી. આ કેસ ખંભાળિયાની  સ્પે પોકસો કેસ  ચાલવા ઉપર આવેલ જેમાં ફરિયાદી ભોગ બનનાર, મેડિકલ ઓફિસરની જુબાની, એફ.એસ.એલ.નો રીપોર્ટ તેમજ સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ લાખાભાઈ આર. ચાવડાની દલીલો ધ્યાને લઈ  ખંભાળિયાની સ્પે. પોકસો કોર્ટે આરોપી સંદીપ રવજી શીંગળીયાને તકસીરવાન ઠરાવી  20 વર્ષની સખત કેદ અને રૂ.22હજારના  દંડની સજા કરી હતી. દુષ્કર્મનો ભોગ બનેલ તેથી તેના સામાજિક, આર્થિક, માનસિક પુન:વસન માટે ભોગબનનારને વીટનેસ કમ્પનશેસન સ્કીમ હેઠળ રૂ.5 લાખનું વળતર ચૂકવવા અદાલતે હુકમ કર્યો હતો.

© 2022 Saurashtra Trust