ભારતીય ટીમના ડર અને રક્ષાત્મક વલણને લીધે ઇંગ્લેન્ડે બાજી મારી: શાત્રી

ભારતીય ટીમના ડર અને રક્ષાત્મક વલણને લીધે ઇંગ્લેન્ડે બાજી મારી: શાત્રી
બર્મિગહામ, તા.પ: પૂર્વ મુખ્ય કોચ અને હાલ કોમેન્ટ્રીમાં વ્યસ્ત રવિ શાત્રીનું માનવું છે કે એજબેસ્ટન ટેસ્ટના ચોથા દિવસે બેટિંગ વખતે ભારતીય ટીમના ડર અને રક્ષાત્મક વલણને લીધે ઇંગ્લેન્ડને વાપસીનો મોકો મળ્યો હતો. બીજા દાવમાં ભારતીય ટીમ 24પ રનમાં ઓલઆઉટ થઇ હતી અને બાદમાં ઇંગ્લેન્ડે આક્રમક અંદાજમાં 378 રન કરીને જોરદાર જીત મેળવી હતી. કોમેન્ટ્રી દરમિયાન શાત્રીએ કહ્યંy કે આ નિરાશાજનક છે. ભારત પાસે ઇંગ્લેન્ડને મુકાબલાની બહાર કરવાની તક હતી,પણ ખેલાડીઓમાં ડર અને રક્ષાત્મક વલણ જોવા મળ્યું. ભારતે બીજા દાવમાં જલ્દી જલ્દી વિકેટ ગુમાવી. જ્યારે અન્ય એક કોમેન્ટેટર કેવિન પીટરસને ભારતીય કપ્તાન બુમરાહની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા હતા.

© 2022 Saurashtra Trust