અમારા ડ્રેસિંગ રૂમની માનસિકતા સ્પષ્ટ: સ્ટોક્સ

અમારા ડ્રેસિંગ રૂમની માનસિકતા સ્પષ્ટ: સ્ટોક્સ
ચોથા દિવસથી ઇંગ્લેન્ડ હાવી થયું: બુમરાહ
બર્મિંગહામ, તા.પ:  વિજેતા ઇંગ્લેન્ડની ટીમના કપ્તાન બેન સ્ટકોસે કહ્યંy કે અમારા ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓની માનસિક સ્પષ્ટ છે. આથી કેપ્ટનની કામ આસાન બની જાય છે. મોટા લક્ષ્યાંકનો પીછો કરવાનું આથી મુશ્કેલ નથી બનતું. પાંચ મહિના પહેલા 378 રનનો પીછો કરવો ડર જેવું કામ હતું, પણ હવે બધું આસાન છે. જીતની તમામ ક્રેડિટ રૂટ અને બેયરસ્ટોને મળે છે જ્યારે પરાજીત ભારતીય સુકાની બુમરાહે કહ્યંy કે ટેસ્ટ મેચની આ જ ખૂબસુરતી છે. આપે ત્રણ દિવસ સુધી હરીફ ટીમને પાછળ રાખી, પણ ચોથા દિવસે અચાનક હરીફ ટીમ પર આપ પર હાવી થાય છે. આપ જ્યારે હારો છો ત્યારે ઘણી ચીજ સામે આવે છે અને તેના પર વાતો થતી રહે છે. હાર-જીત રમતો ભાગ છે. પંત અને જાડેજાએ શાનદાર બેટિંગ કરી. તેમના દેખાવથી હું ખુશ છું.

© 2022 Saurashtra Trust