બદલાઈ જશે માનવ સભ્યતાનો ઈતિહાસ !

બદલાઈ જશે માનવ સભ્યતાનો ઈતિહાસ !
કેપટાઉન, તા.પ : દક્ષિણ આફ્રિકામાં મનુષ્ય જેવા જીવાસ્મ મળી આવ્યા છે. આ શોધ બાદ નિષ્ણાંતો એવી અટકળો લગાવી રહ્યા છે કે મનુષ્યનો ઈતિહાસ સંપૂર્ણ રીતે બદલાઈ શકે છે. માનવ સભ્યતાના વિકાસનો નવો ઈતિહાસ આલેખી શકાય તેવી આ શોધ છે.
દક્ષિણ આફ્રિકાની સ્ટ્રેકફોનટેન ગુફાઓમાં આ જીવાસ્મ મળ્યા છે જે 30થી 40 લાખ જૂના હોવાનું અનુમાન છે. અગાઉ વર્ષ 1974માં ઈથોપિયામાં લૂસીના હાડકાંઓને દુનિયાના સૌથી જૂના હાડકાં તરીકે માન્યતા આપવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકાની ગુફાઓમાં મળેલા જીવાસ્મોથી એવો અંદાજ છે કે અહીંથી મનુષ્યોની ઉત્પત્તિ થઈ હશે.1936માં અહીં એક વયસ્ક ઓસ્ટ્રેલોપિથેકસ મળી આવ્યા બાદ આ જગ્યા ચર્ચામાં આવી હતી. મનુષ્યોનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો તે હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. દક્ષિણ આફ્રિકાની ગુફાઓમાં મળેલા જીવાસ્મોએ વૈજ્ઞાનિકોને માનવ સભ્યતા અંગે ફરી વિચાર કરવા પ્રેર્યા છે. નવા સંશોધન મુજબ આ ગુફાઓ જ મનુષ્યોના વિકાસની જગ્યા બની છે. 3ર લાખ વર્ષ જૂના લુસી પ્રજાતિના જીવાસ્મને મનુષ્યોના પૂર્વજ માનવામાં આવે છે. વાનરોમાં એક લૂસી પ્રજાતિ છે જે મનુષ્યોથી જેવી પ્રજાતિમાં સૌથી નજીક છે. જે ર1થી ર6 લાખ વર્ષ જૂના હોવાનું માનવામાં આવે છે.

© 2022 Saurashtra Trust