ફિલ્મ ‘કાલી’નાં પોસ્ટરનો વિવાદ વધુ ભડક્યો

ફિલ્મ ‘કાલી’નાં પોસ્ટરનો વિવાદ વધુ ભડક્યો
દિલ્હી અને યુપી પોલીસે Bિઍંછ નોંધી: તૃણમૂલ સાંસદે કર્યુ વિવાદાસ્પદ વિધાન
નવીદિલ્હી,તા.પ: ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ‘કાલી’નાં પોસ્ટર ઉપર વિવાદ વધુ સળગી ગયો છે. એકબાજુ દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં ધાર્મિક ભાવના દુભાવવાનાં આરોપમાં ફિલ્મનાં નિર્માતાઓ સામે એફઆઈઆર દાખલ થઈ છે. તો બીજીબાજુ તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઈત્રાએ કાલીમાતા વિશે જ વિવાદાસ્પદ વિધાન કરીને હંગામો વધારી દીધો છે. ફિલ્મ કાલીનાં પોસ્ટરનાં વિવાદ અંગે પ્રતિક્રિયા આપતાં મહુઆ મોઈત્રાએ કહ્યું હતું કે, તેઓ માં કાલીને માંસનું સેવન કરતાં અને શરાબ પીતા દેવીનાં રૂપમાં જુએ છે. આ સાથે જ તેમણે ફિલ્મની નિર્દેશક લીના મણિમેકલઈનો બચાવ પણ કર્યો હતો. તૃણમૂલ સાંસદે કહ્યું હતું કે, હર કોઈને પોતાની મનસુફી મુજબ દેવી-દેવતાને જોવા અને પૂજા કરવાનો અધિકાર છે.
ઉત્તરપ્રદેશની પોલીસે હિન્દુ દેવીદેવતાઓનું અપમાનજનક ચિત્રણ કરવાં સબબ ફિલ્મની નિર્માતા લીના સામે અપરાધિક સાજિશ, પૂજાસ્થળ ઉપર અપરાધ, ઈરાદાપૂર્વક ધાર્મિક લાગણીને આહત કરવાનાં ઈરાદે શાંતિભંગનાં પ્રયાસ સહિતનાં આરોપમાં એફઆઈઆર નોંધી છે. જ્યારે દિલ્હી પોલીસએ કાલીમાતાને સિગારેટ પીતા દર્શાવતા પોસ્ટર સબબ એફઆઈઆર નોંધી છે.
 

© 2022 Saurashtra Trust