સર્વિસ ચાર્જ મુદ્દે હોટલ-રેસ્ટોરન્ટ એસો.નો સરકાર સામે મોરચો

સર્વિસ ચાર્જ મુદ્દે હોટલ-રેસ્ટોરન્ટ એસો.નો સરકાર સામે મોરચો
નવી દિલ્હી, તા.પ : કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે હોટલો અને રેસ્ટોરન્ટો હવે ગ્રાહકો પાસે ધરાર સર્વિસ ચાર્જ વસૂલી નહીં શકે. જો કે હવે હોટલો અને રેસ્ટોરન્ટોનાં સંગઠન એફએચઆરએઆઇએ સરકારના આવા નિર્ણય સામે મોરચો માંડયો છે.
સંગઠને સર્વિસ ચાર્જ અંગે સરકારના નવા નિયમનો વિરોધ કરતાં કહ્યંy કે, ફેડરેશન ઓફ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ કહ્યંy કે આઇઆરસીટીસી સહિત અન્ય ઘણી વેબસાઇટ્સ અને એપ આ પ્રકારનો શુલ્ક વસૂલી રહી છે. સંગઠનના ઉપાધ્યક્ષ ગુરબક્ષિસ સિંહ કોહલીએ કહ્યંy કેસીસીપીએ (સેન્ટ્રલ કંઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી) દ્વારા જારી કરવામાં આવેલા મોટાભાગના દિશા નિર્દેશોનું પહેલેથી જ પાલન કરવામાં આવે છે. એ નિરાશાજનક છે કે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીને ટાર્ગેટ કરવામાં આવે છે. વિડંબણા છે કે સરકાર સંચાલિત આઇઆરસીટીસી સર્વિસ ચાર્જ વસૂલે છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં શતાબ્દિ એક્સપ્રેસમાં મુસાફરી કરનાર એક યાત્રીએ આઇઆરસીટીસીનો કેશમેમો શેર કર્યો હતો જેમાં જાણવા મળ્યું કે રૂ.ર0ની ચા પર રૂ.પ0 તો સર્વિસ ચાર્જ વસૂલવામાં આવ્યો હતો ! એટલે કે ગ્રાહક પાસે ચાના રૂ.70 લેવામાં આવ્યા હતા.

© 2022 Saurashtra Trust