તાલાલગિર, તા. 23: આંકોલવાડી ગિર જતાં માર્ગ ઉપર માધુપુર ગિર ગામ પાસે સવારે 8:20 કલાકે પ્રવાસી ટ્રાવેલ્સ બસ અને ટ્રક સામ સામા અથડાતા 18 વ્યક્તિને નાની મોટી ગંભીર ઈજા થઈ હતી.
ં પ્રવાસી ટ્રાવેલ્સ બસના ડ્રાઇવર રાજેન્દ્ર પરષોત્તમ ઠાકોર (ઉ.વ.45) રે.જાફરપુરા તા.વાઘોડિયા જિ.વડોદરા વાળાને બન્ને પગમાં ગંભીર ઈજા થતાં જૂનાગઢ રીફર કરેલ છે. અકસ્માત અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે વડોદરા જિલ્લાના પ્રવાસીઓને લઈ શ્રી રામ ટ્રાવેલ્સની બસ વહેલી સવારે દીવથી નીકળી તાલાલા ગિર થઈ ખોડલધામ જતી હતી જ્યારે મેંદરડાનો ટ્રક શેરડી ભરવા કોડિનાર જતો હતો ત્યારે તાલાલાથી સાત કિ.મી.દૂર અકસ્માત થતાં તમામ ઈજાગ્રસ્તોને તુરંત 108 તથા ત્યાંથી પસાર થતી બોલેરો ગાડીમાં તાલાલા હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે પોલીસે ગુનો દાખલ કરી જમાદાર કાળુભાઈ ગઢવી વધુ તપાસ ચલાવે છે.