રાણાવાવ ખાતેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ પિતા તથા મામાએ અપહરણ કર્યાની માતાની ફરિયાદ

પોરબંદર, તા. 23: રાણાવાવ ખાતેથી ત્રણ વર્ષીય બાળકનું અપહરણ કરવા અને તેના  પિતા તથા મામા સામે ફરિયાદ થઇ હતી.
આ અંગે મૂળ ધોરાજીના નદી બજાર મોરી મસ્જિદ પાસના વતની અને હાલ રાણાવાવ કાજિયા મસ્જિદ પાસે રહેતી અપહૃત બાળકની માતા રૂબીનાબેન મહમ્મદભાઈ સરવદીએ રાણાવાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેના પુત્રનુ પતિ અક્રમ રજાકભાઇ શેખઅને ભાઇ એજાજ મહંમદ ફકીર અપહરણ કરી ગયાનું જણાવ્યું હતું.આ ઉપરાંત એવું જણાવ્યું હતું કે,ં તેના લગ્ન આજથી છએક વર્ષ પહેલા સલાયાના  અક્રમ રજાક શેખ સાથે થયેલ હતા અને એમના લગ્ન જીવન દરમિયાન સંતાનમાં એક દીકરી કનીજ ફાતેમા (ઉં.વ. 5) ની છે તથા એક દીકરો આહિલ (ઉ.વ. 3) નો છે.  લગ્ન જીવન દરમિયાન તેમને અને તેમના પતિને નાના મોટા ઝઘડાઓ થતા હતા. છેલ્લા દોઢેક વર્ષથી તેઓ ધોરાજી તેમના માતા પિતાના ઘરે રીસામણે આવીને રહેતી હતી અને બાળકો પણ તેમની સાથે રહેતા હતા અને ધોરાજી કોર્ટમાં પતિ વિરુદ્ધ ભરણ પોષણનો કેસ પણ દાખલ કરાવેલ છે.  દરમિયાન તેમને રાણાવાવમાં રહેતા સરફરાજ કાસમ સમા સાથે મુલાકાત થયેલ હતી.સરફરાજ તેમને પસંદ હોય અને તેને તેના પતિ સાથે રહેવું ન હોય, જેથી બે મહિના પહેલા તેને અને સરફરાજે મૈત્રી કરાર કરીને તેની સાથે રહેતી હતી.. મરજીથી તેમના દીકરા આહિલ સાથે સરફરાજના ઘરે રાણાવાવ ખાતે રહેવા આવતી રહી હતી.  દીકરાને ભણવા બેસાડવો હોય જેથી દોઢેક મહિનાથી રાણાવાવ ઝરડી ચોક પાસે આવેલ આંગણવાડી ખાતે દીકરા આહિલને આંગણવાડીમાં મોકલતા હતા.પાડોશી તમન્નાબહેન પુત્ર આહિલને આંગણવાડીએ મૂકવા જતાં હતા ત્યારે રસ્તામાંથી પુત્રને પતિ અક્રમ અને ભાઇ એજાજ બાઇક પર ઉઠાવી ગયા હતાં.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer