ખાદ્યતેલની કિંમતમાં આવ્યો ઘટાડો: સરકારનો દાવો

ખાદ્યતેલની કિંમતમાં આવ્યો ઘટાડો: સરકારનો દાવો
ખાદ્ય સચિવે કહ્યું, સરકારે સમય રહેતા હસ્તક્ષેપની સકારાત્મક અસર થઈ
નવી દિલ્હી, તા. 23: ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય દરમાં નરમી અને સરકારના સમય રહેતા હસ્તક્ષેપનાં કારણે રિટેલ બજારમાં ખાદ્ય તેલની કિંમત ઓછી થવા લાગી છે. સરકારી આંકડા અનુસાર ચાલુ મહિનાની શરૂઆતથી દેશભરમાં મગફળીના તેલને છોડીને તમામ ખાદ્ય તેલની કિંમતમાં થોડી કમી આવી છે અને તે 150થી 190 રૂપિયા પ્રતિકિલો સુધી યથાવત્ છે.
ગયા અઠવાડિયે ખાદ્યતેલ કંપની અદાણી વિલ્મર અને મધર ડેરીએ વિભિન્ન ખાદ્ય તેલ માટે એમઆરપીમાં 10-15 રૂપિયા પ્રતિલિટરની કમી કરી હતી. બન્ને કંપનીઓએ કહ્યું હતું કે નવા એમઆરપીનો સ્ટોક ઝલ્દી માર્કેટમાં પહોંચી જશે. પાંડેએ આગળ કહ્યું હતું કે, સરકારના સમય રહેતા હસ્તક્ષેપના કારણે ખાદ્ય તેલની કિંમતમાં પરિણામ સકારાત્મક આવ્યું છે.
પાંડેએ આગળ ઉમેર્યું હતું કે, ખાદ્ય તેલ, રિટેલ ઘઉં અને લોટની કિંમત પણ સ્થીર છે. ઘરેલુ કિંમતને નિયંત્રણમાં રાખવા માટે નિયમ ઉપયોગી બની રહ્યા છે. ખાદ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે  પ્રમુખ તેલ બ્રાન્ડસએ એમઆરપીને તબક્કાવાર રીતે ઘટાડી છે. ઉપભોક્તા મામલાના વિભાગ દ્વારા સંકલિત આંકડા પ્રમાણે  મગફળીના તેલની સરેરાશ રિટેલ કિંમત 21 જૂને 188.14 રૂપિયા પ્રતિકિલો અને એક જુને 186.43 રૂપિયા પ્રતિકિલો હતી.
સરસોના તેલની કિંમત એક જૂને 183.68 અને 21મીએ 180.85 રૂપિયા પ્રતિકિલો થઈ હતી જ્યારે સોયા તેલની કિંમત 21મી જૂને 167.67, સૂરજમુખીના 189.99, પામ તેલના 152.52 રૂપિયા પ્રતિકિલો ભાવ થયા હતા. વિભાગ ચોખા, ઘઉં, લોટ અમુક દાળ સહિતની 22 વસ્તુઓની કિંમત ઉપર નજર રાખે છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer