ચીનમાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ઝિનપિંગ સામે શરૂ થયું અભિયાન

ચીનમાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ઝિનપિંગ સામે શરૂ થયું અભિયાન
લોકોએ શરૂ કર્યો ઝિનપિંગનો વિરોધ : અર્થતંત્રને નુકસાન કર્યું હોવાનો આરોપ
નવી દિલ્હી, તા. 23 : ચીનમાં રાષ્ટ્રપતિ ચુંટણી થવાની છે અને વર્તમાન રાષ્ટ્રપતિ શી ઝિનપિંગે સંકેત આપ્યો છે કે તે સતત ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવા માગે છે. આ દરમિયાન ઝિનપિંગના આલોચકોએ વિરોધ શરૂ કરી દીધો છે.  રિપોર્ટ પ્રમાણે લોકો કહી રહ્યા છે કે ઝિનપિંગે ચીનને પાછળ ધકેલી દીધું છે. કોરોના વાયરસ મહામારીમાં ખોટા નિર્ણયોથી ગથંભીર નુકશાન થયું છે. લોકોના કહેવા પ્રમાજ્ઞે શંઘાઈ જેવા શહેરોમાં પોતાની મરજીની લોકડાઉન લાદીને અર્થતંત્ર નષ્ટ કરી દેવામાં આવ્યું છે. ચીનની એક મોટી આબાદી ઝિનપિંગની નારાજ ચાલી રહી છે અને લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે. લોકોએ અભિયાન પણ ચાલુ કર્યું છે. જેના હેઠળ માનવતાની સામે ઝિનપિંગના અપરાધો અંગે વિડિયો શેર કરવાની અપીલ કરવામાં આવી છે. ચીનમાં રહેલા લોકોએ વિડિયો જારી કરતા સાવધાની વર્તવાની પણ સલાહ આપી છે. લોકો એકબીજાને અપીલ કરી રહ્યા છે કે વર્તમાન સ્થિતિ અંગે જાગૃતતા લાવવામાં આવે અને ઝિનપિંગને સત્તામાંથી હટાવવામાં આવે.
---------
ચીન સાથે સીમા વિવાદમાં ઓસ્ટ્રેલિયા ભારત સાથે છે
નવી દિલ્હી, તા. 23 : ચાર દિવસની ભારતયાત્રાએ આવેલા ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને સંરક્ષણ પ્રધાન રિચાર્ડ માર્લેસે ગુરુવારે ચીન પર નિશાન સાધતાં જણાવ્યું કે, લદ્દાખ સીમા વિવાદમાં અમે ભારતની સાથે છીએ. ચીન ઓસ્ટ્રેલિયા માટે સુરક્ષાની મોટી ચિંતા છે અને ભારતની પણ ડ્રેગન અંગે આવી જ ચિંતાઓ છે. પૂર્વ લદ્દાખ સીમા વિવાદમાં ઓસ્ટ્રેલિયા પૂર્ણ પણે ભારત સાથે ઊભું છે, તેવું તેમણે ઉમેર્યું હતું. પત્રકાર પરિષદમાં ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રીએ  ચીન અને રશિયા વચ્ચે વધતા સુરક્ષા સહયોગ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer