જોસ બટલરે તોડયો ધોનીનો 17 વર્ષ જુનો રેકોર્ડ

જોસ બટલરે તોડયો ધોનીનો 17 વર્ષ જુનો રેકોર્ડ
નવીદિલ્હી તા. 23 : ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે વનડે શ્રેણીમાં નેધરલેન્ડને તેના જ રમાં કલીન સ્વીપ કર્યું છે. મેહમાન ઈંગ્લિશ ટીમે ત્રણ વનડેની શ્રેણીને 3-0થી જીતી લીધી છે. આ શ્રેણીનો હીરો કેપ્ટન અને વિકેટકીપર જોસ બટલર રહ્યો છે. તેણે શ્રેણીમાં સૌથી વધારે રન કર્યા હતા. આ સાથે જ બટલરે પુર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો 17 વર્ષ જુનો એક રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આ રેકોર્ડ કોઈ એક વનડે શ્રેણીમાં વિકેટકીપર તરીકે સૌથી વધારે સિક્સરનો હતો. બટલર હવે ધોનીની બે સિક્સ આગળ નિકળી ગયો છે. બટલરે નેધરલેન્ડ સામે શ્રેણીમાઁ 248 રન કર્યા છે. જેમાં કુલ 19 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે 17 વર્ષ પહેલા 2005મા ધોનીએ શ્રીલંકા સામેની શ્રેણીમાં કુલ 17 છગ્ગા ફટકાર્યા હતા.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer