વોર્મ અપ મેચમા ભારતીય ટીમનું દેશી અંદાજમાં સ્વાગત

વોર્મ અપ મેચમા ભારતીય ટીમનું દેશી અંદાજમાં સ્વાગત
લિસેસ્ટર, તા. 23 : ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં પોતાના પ્રવાસનો આગાઝ કરી દીધો છે. શ્રેણીના અંતિમ ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ ગુરૂવારથી વોર્મ અપ મેચની શરૂઆત કરી છે. આ મેચ ઈંગ્લિશ ક્લબ લિસેસ્ટરશાયર સામે રમાઇ રહ્યો છે. વોર્ન મેચ માટે ટીમ ઈન્ડિયાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમે સ્વદેશી અંદાજમાં શાનદાર એન્ટ્રી લીધી હતી. એટલે કે ભારતીય ખેલાડીઓનું સ્વાગત ભારતીય અંદાજમાં જ કરવામા આવ્યું હતું. મેદાનમાં ઢોલ નગારા વગાડવામાં આવ્યા હતા. સાથે જ ભારતીય સંસ્કૃતિ અનુસાર ડાન્સ કરીને ભારતીય ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer