જામનગર, તા.22: જામનગરના શાપરમાં રહેતા ભાંભી ધનજી હીરજીનાં મકાનમાંથી તા.14ની બપોરથી સોમવાર રાત્રી સુધીમાં અજાણ્યા શખસો સવા તોલાનો ચેઇન, 20 હજાર રોકડા અને સોનાના નાના-મોટા દાગીના મળી 1.20 લાખની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવતા સિક્કા પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી છે. તેવી જ રીતે અન્ય ઘટનામાં જામનગરના સુભાષબ્રિજ પાસે ગોમતીપુરમાં રહેતા અડવાણી શંકરલાલ મહેરચંદનાં મકાનનું તાળું તોડી તસ્કરોએ અંદરથી 31,500 રોકડ સહિત ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટની ચોરી થયાની ફરિયાદ સિટી બી પોલીસમાં નોંધાવતા તપાસ હાથ ધરાઈ છે.