સંકટગ્રસ્ત શ્રીલંકામાં જીતનો જશ્ન

સંકટગ્રસ્ત શ્રીલંકામાં જીતનો જશ્ન
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 30 વર્ષ બાદ જીતી વનડે શ્રેણી
 
કોલંબો, તા.રર : આર્થિક, રાજકીય અને સામાજિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન ડે શ્રેણીના વિજયનો જોરદાર જશ્ન મનાવાઈ રહયો છે. 30 વર્ષના લાંબા સમયગાળા બાદ શ્રીલંકાએ વન ડે શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે.
શ્રીલંકાની ક્રિકેટ ટીમે દેશની જનતાને ખુશ કરતાં ક્રિકેટ શ્રેણી જીતવાની ભેટ આપી છે. શ્રીલંકાએ ચોથા વન ડે માં છેલ્લા દડે ચોગ્ગો ફટકારી પ મેચની શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી છે. શ્રેણીનો છેલ્લો પાંચમો વન ડે શુક્રવારે રમાશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer