18મી જૂલાઈથી ધો.10 અને ધો.12ની પૂરક પરીક્ષા

એક-બે વિષયમાં અનુત્તિર્ણ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાશે

અમદાવાદ, તા.22: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2022માં લેવાયેલ ધો.10 અને 12ની પરીક્ષામાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા આગામી તા.18 જુલાઈથી પાંચ દિવસ લેવામાં આવનાર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધો.12 સામાન્ય પ્રવાહમાં એક જ વિષય હોવાથી સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા તા.21 જુલાઈથી એક જ દિવસ આયોજિત કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વરા જાહેર કરાયેલા પૂરક પરીક્ષાના કાર્યક્રમ મુજબ ધો.10ની પૂરક પરીક્ષામાં તા.18 જુલાઈના સવારના 10થી 1.15 કલાક દરમિયાન બેઝિક ગણિત અને બપોરના 3થી 6.15 કલાક દરમિયાન ગુજરાતી પ્રથમ ભાષા તા.18 જુલાઈના સવારના 10થી 1.15 સ્ટાન્ડર્ડ ગણિત અને બપોરના 3થી 6.15 કલાક દરમિયાન ગુજરાતી (એસએલ) તા.20 જુલાઈના સવારના 10થી 1.15 સામાજિક વિજ્ઞાન અને બપોરના 3થી 6.15 અંગ્રેજી (એસએલ) તા.21 જુલાઈના સવારના 10થી 1.15, વિજ્ઞાન અને બપોરના 3થી 6.15 ધો.12 સાયન્સ પ્રવાહનું પ્રથમ સેશન તેમજ તા.22 જુલાઈના સવારના 10થી 1.15 દ્વિતીય ભાષનું પેપર લેવાશે.
જ્યારે ધો.12 સાયન્સ પરીક્ષામાં તા.18 જુલાઈની સવારના 10.30થી 2 ગણિત અને બપોરના 3થી 6.30 કલાક દરમિયાન જીવવિજ્ઞાન, તા.19 જુલાઈના સવારના 10.30થી 2 રાસાયણિક વિજ્ઞાન, બપોરના 3થી 6.30 અંગ્રેજી (પ્રથમ અને દ્વિતીય ભાષા) જ્યારે તા.20 જુલાઈના સવારના 10.30થી 2 ગુજરાતી-હિન્દી ભાષા અને બપોરના 3થી 6.30 ભૌતિક વિજ્ઞાનનું પેપર લેવાશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer