ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો મિલર : રાજસ્થાન-ગુજરાતમાં જ લાગી હતી હોડ

ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો મિલર : રાજસ્થાન-ગુજરાતમાં જ લાગી હતી હોડ
નવી દિલ્હી, તા. 25 : આઈપીઅએલ 2022મા દક્ષિણ આફ્રિકાનો સ્ટાર ખેલાડી ડેવિડ મિલર છવાયો છે. ગુજરાત ટાઈટન્સ તરફથી રમતા મિલરે ક્વોલિફાયર-1 મુકાબલામં તાબડતોડ અર્ધસદી કરી હતી. જેના કારણે રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે હરાવી હતી. આ જીત સાથે ગુજરાતે પોતાની પહેલી જ સીઝનમાં ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ જ કારણે મિલરને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો છે. મોટી વાત એ છે કે ડેવિડ મિલર પહેલી વખતમાં અનસોલ્ડ રહ્યો હતો. બીજા રાઉન્ડમાં ફરીથી નામ સામે આવ્યું ત્યારે એક કરોડ રૂપિયા બેસ પ્રાઈસના મિલરને ખરીદવા માટે હોડ લાગી હતી. આ હોડ પણ રાજસ્થાન અને ગુજરાતની ટીમ વચ્ચે જ હતી. જેમાં ગુજરાતે બોલી જીતી હતી અને 3 કરોડ રૂપિયામાં મિલરને ટીમમાં સામેલ કર્યો હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer