વરસાદના વિઘ્ન બાદ રજત પાટીદારનું વાવાઝોડું

વરસાદના વિઘ્ન બાદ રજત પાટીદારનું વાવાઝોડું
લખનઉ સામે રજતના ધૂંઆધાર 112 રનની મદદથી બેંગ્લોરના 207 રન
કોલકાતા, તા. 25 : લખનઉ અને બેંગ્લોર વચ્ચેના એલિમિનેટર મેચમાં વરસાદના વિધ્ન બાદ રજત પાટીદારના વાવાઝોડાની મદદથી બેંગ્લોરે 207 રનનો વિશાળ સ્કોર કર્યો હતો. મેચમાં રજત પાટીદારે 54 બોલમાં 12 છગ્ગા અને સાત છગ્ગાની મદદથી ધુંઆધાર 112 રન કર્યા હતા.
પહેલા વરસાદના કારણે ટોસમાં વિલંબ થયો હતો. ત્યાર બાદ લખનઉએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. બેટિંગમાં આવેલી બેંગ્લોરની ટીમે પહેલી વિકેટ પ્રથમ ઓવરમાં જ ગુમાવી દીધી હતી. જેમાં ફાફ ડુપ્લેસિસ શુન્યમાં પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલી અને રજત પાટીદારે બાજી સંભાળી હતી. બન્ને વચ્ચે 50 રનથી વધુની ભાગીદારી થઈ હતી. જેમાં કોહલી 24 બોલમાં 25 રન કરીને આઉટ થયો હતો. મેચમાં ગ્લેન મેક્સવેલ 9 રન અને મહીપાલ લામરોર 14 રનમાં વિકેટ ગુમાવી પરત ફર્યા હતા. બીજી તરફ રજત પાટીદારે શાનદાર બેટિંગ જારી રાખી હતી. જેને બાદમાં દિનેશ કાર્તિકનો સાથ મળ્યો હતો. બન્નેએ મળીને ટીમનો સ્કોર 207 રન સુધી પહોંચાડયો હતો.
રજત પાટીદારે 54 બોલમાં 112 રન કર્યા હતા. જ્યારે દિનેશ કાર્તિકે 23 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 37 રન કર્યા હતા. લખનઉ તરફથી મોહસિન ખાન સિવાયના તમામ બોલરો ખર્ચાળ સાબિત થયા હતા. મેચમાં મોહસિન ખાન, કૃણાલ પંડયા, આવેશ ખાન અને રવિ બિશ્નોઈને એક એક વિકેટ મળી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer