નિયમોનો ઉલાળિયો કરતા દળો પર થશે કાર્યવાહી

નિયમોનો ઉલાળિયો કરતા દળો પર થશે કાર્યવાહી
ર0ર4ની ચૂંટણી પહેલા ર100 જેટલા દળો સામે ચૂંટણી પંચ પગલા લેશે
નવી દિલ્હી, તા.રપ: વર્ષ ર0ર4ની સામાન્ય ચૂંટણી પહેલા ચૂંટણી પંચે ર100 જેટલા રાજકીય દળો પર પગલાં લેવાની કવાયત હાથ ધરી છે. એ દળો જેણે ટેક્સ સહિત અનેક ગેરરીતિઓ આચરી છે, નિયમાનુસાર ઓડિટ યોગ્ય રીતે કરાવ્યું નથી તથા ચૂંટણી ખર્ચની વિગતો પણ જમા કરાવી નથી તેની સામે પગલાં લેવામાં આવશે.
ભારતીય ચૂંટણી પંચે બુધવારે કહ્યંy કે, આરપી અધિનિયમ 19પ1ની કલમ ર9એ, ર9સીનું પાલન નહીં કરનારા ર100થી વધુ નોંધાયેલા-િબન માન્યતા પ્રાપ્ત રાજકીય દળો સામે કાર્યવાહી કરવામાં આવશે. રાજકીય દળોએ વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયાના 7પ દિવસમાં અને લોકસભા ચૂંટણી પૂર્ણ થયાના 90 દિવસમાં ચૂંટણી ખર્ચની વિગતો રજૂ કરવાની હોય છે. ચૂંટણી પંચે ર100થી વધુ રાજકીય દળોમાં ર0પ6ની ઓળખ મેળવી છે જેણે વાર્ષિક ઓડિટ અહેવાલ જમા કરાવ્યો નથી. કોઈએ પાન નંબર આપ્યા નથી તો અનેક  દળો એવા છે જેણે બેંક એકાઉન્ટ અંગે માહિતી આપી નથી. આ સિવાય કેટલાય દળો એવા છે જેણે એ બાબતનો કોઈ ફોડ ફાડયો નથી કે તેને ડોનેશન કયાંથી મળ્યું છે ? કોની પાસે કેટલી સંપત્તિ છે ? કેટલો ખર્ચ કરાયો છે? આવા દળો અંગે ચૂંટણી પંચે પોતાની વેબસાઇટ પર વિગતો જાહેર કરી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer