પોસ્ટમાં હવે NEFT-RTGS સુવિધા

પોસ્ટમાં હવે NEFT-RTGS સુવિધા
બચત ખાતેદારો માટે 31 મેથી આરંભ : બેંકથી પોસ્ટ ખાતામાં નાણાં ટ્રાન્સફર થશે
નવી દિલ્હી, તા.રપ : જો પોસ્ટ ઓફિસમાં બચત ખાતુ હોય તો તમારા માટે ખાસ અને જરુરી ખબર છે. 31 મે થી સરકાર પોસ્ટ ઓફિસના બચત ખાતેદારો માટે નવી સુવિધા શરુ કરવા જઈ રહી છે.
આ સુવિધા હેઠળ પોસ્ટ ઓફિસના ગ્રાહક નેશનલ ઈલેકટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એનઈએફટી) અને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) સુવિધાઓનો ફાયદો ઉઠાવી શકશે. એટલું જ નહીં પોસ્ટ ઓફિસના બચત ખાતેદારો પોતાની ઈન્ટરનેટ બેંકિંગ સુવિધા દ્વારા અન્ય બેંકોથી પોસ્ટ ઓફિસ ખાતામાં નાણાં પણ મોકલી શકશે. પોસ્ટ ઓફિસ દ્વારા સત્તાવાર નોટિસ જાહેર કરી પોસ્ટના તમામ બચત ખાતેદારો માટે નવી સુવિધા અંગે માહિતી આપી છે. એનઈએફટી અને આરટીજીએસ ચાર્જ : 10 હજાર સુધીની લેણદેણ માટે રુ.ર.પ0 + જીએસટી, 10 હજારથી ઉપર રુ.1 લાખ સુધીની લેણદેણમાં રુ.પ + જીએસટી, રુ.1 લાખથી વધુ અને રુ.ર લાખ સુધીની લેણદેણ માટે રુ.1પ +જીએસટી, ર લાખથી વધુ અને મહત્તમ મર્યાદાથી વધુ નહીં માટે રુ.રપ + જીએસટી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer