ભારત રાષ્ટ્ર નહીં રાજ્યોનો સંઘ : રાહુલ ગાંધી , ભારત એક રાષ્ટ્ર છે, જૂની સભ્યતા : અધિકારી

ભારત રાષ્ટ્ર નહીં રાજ્યોનો સંઘ : રાહુલ ગાંધી , ભારત એક રાષ્ટ્ર છે, જૂની સભ્યતા : અધિકારી
લંડન કેમ્બ્રિજ યુનિ.માં કોંગ્રેસ નેતા અને સિવિલ સેવા અધિકારી વચ્ચે રકઝક
નવી દિલ્હી, તા.રપ : લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટી પહોંચેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો સામનો ભારતીય સિવિલ સેવા અધિકારી સિદ્ધાર્થ વર્મા સાથે થયો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બંન્ને વચ્ચે રાષ્ટ્ર અને રાજ્ય મુદે સતત સવાલ-જવાબ થયા હતા.
આ સમગ્ર ચર્ચાનો વીડિયો અધિકારીએ ટ્વિટર પર શેર કર્યો છે. કોંગ્રેસના નેતાએ ઈન્ડિયા એટ 7પ વિષય પર પોતાના વિચાર રજૂ કર્યા હતા. અધિકારીએ ટ્વિટમાં કહ્યું કે, કાલે મેં રાહુલ ગાંધીને તેમના નિવેદન ભારત રાષ્ટ્ર નથી, પરંતુ રાજ્યોનો સંઘ છે તે અંગે સવાલ કર્યો. તેમણે એ વાત પર ભાર મૂકયો કે ભારત એક રાષ્ટ્ર નથી પરંતુ તે રાજ્યો વચ્ચે સમજૂતિનું પરિણામ છે. વીડિયોમાં અધિકારી એવું કહી રહ્યા છે કે તમે એવું કહેતાં બંધારણના અનુચ્છેદ 1ને ટાંકયો કે બંધારણને આધારે ભારત રાજ્યોનો સંઘ છે. જો એક પાનુ આગળ જાવ અને પ્રસ્તાવના જૂઓ તો તેમાં લખ્યું છે કે ભારત એક રાષ્ટ્ર છે. ભારત પોતાની રીતે સૌથી જૂની જીવિત સભ્યતાઓમાં એક છે અને આ શબ્દો વેદોમાં પણ છે અને આપણે ખૂબ જૂની સભ્યતા છીએ.
અધિકારીએ આગળ કહ્યું કે, ત્યાં સુધી કે જ્યારે ચાણકયએ પણ તક્ષશિલામાં છાત્રો સાથે ચર્ચા કરી હતી તો તેમણે પણ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ભલે અલગ અલગ જનપદોથી આવતાં હોય પરંતુ અંતમાં તેમનો સંબંધ ભારત રાષ્ટ્રથી છે.
જેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, શું તેમણે નેશન શબ્દનો ઉપયોગ કર્યો હતો ? તો અધિકારીએ જવાબ આપ્યો કે તેમણે રાષ્ટ્ર શબ્દનો ઉપયોગ કર્યો હતો. રાહુલે કહ્યંy કે રાષ્ટ્ર સામ્રાજ્ય છે. પછી અધિકારીએ કહ્યંy કે ના, રાષ્ટ્ર, નેશનનો સંસ્કૃત શબ્દ છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer