જલંધર-અમરાપુર વચ્ચે કાર પૂલ નીચે ઉતરી જતા ચાલકનું મૃત્યુ

સુરતથી વતન આવ્યા બાદ ફરી સુરત જતા થયો અકસ્માત
માળીયા હાટીના, તા.25 (ફૂલછાબ ન્યૂઝ): માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગીર ગામે સુરતથી વેકેશન ગાળવા આવેલા એક સગીર યુવાનનું જલંધર-અમરાપુર વચ્ચે પૂલની નીચે ગાડી ઉતરી જવાની ઘટનામાં મૃત્યુ થતાં નાનકડા ગામમાં શોક વ્યાપ્યો છે.
અમરાપુર ગામના સગર ભગવાનજીભાઈ ભોવાનભાઈ પાથરનો પુત્ર ભાવેશ(ઉ.30) સુરત રહે છે. છેલ્લા 15 દિવસથી વતન અમરાપુર આવ્યો હતો.
દરમિયાન આજે ફરી સુરત તરફ જવા ભાવેશભાઈ પોતાની જીજે05 સીએમ-7027 નંબરની કાર લઈને નીકળ્યા હતાં. આ સમયે કોઈ અકળ કારણોસર જલંધર-અમરાપુર વચ્ચે કાર પૂલની નીચે ઉતરીને બુકડો બોલી જતાં ચાલક ભાવેશભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ થયુ હતું.
બનાવની જાણ બાદ મૃતકના મામા રણછોડભાઈ હરીભાઈ કોડાવાલાએ માળીયા પોલીસને જાણ કરતાં પીએસઆઈ મંધરા દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer