દામનગર SBIના એકાઉન્ટન્ટે કરી 25 લાખની કરી ઉચાપત

આરોપી એકાઉન્ટન્ટની સુરત ખાતે બદલી થઇ ચુકી છે અને છેલ્લા દિવસોમાં કારસ્તાન કર્યું
અમરેલી, તા. 25:અમરેલી જીલ્લાના દામનગર શહેરમાં આવેલ એસ.બી.આઈ બેન્કના એકાઉન્ટન્ટએ બેન્ક સાથે વિશ્વાસઘાત કરી અને 25 લાખથી વધુની સરકારી રકમની ઉચાપત કર્યાની  ફરિયાદ નોંધાઈ હતી.
દામનગર એસબીઆઈમાં એકાઉન્ટન્ટ તરીકે  નોકરી કરતા મૂળ બિહારના પટના પંથકના વતની રાજકુમાર વાસુદેવ શર્માં  દ્વારા નોકરી દરમિયાન દામનગર એસબીઆઈ શાખામાંથી ગઈ તારીખ 18  થી 19 ના સમય ગાળા દરમિયાન સીડીએમ મશીનના રોકડ રકમ રૂ.2,57,700 તથા બેન્કના કેસ એકાઉન્ટમાંથી રૂ.2,50,000 શોર્ટ કેસ તરીકે તથા કેશ પોઇન્ટ ઇન્ટરમીએટ એકાઉન્ટમાંથી રૂ.21,65,000 સી.ડી.એમ મશીનમાં જમા કરાવવાના હેતુથી મેળવી લીધા હતાં. બાદમાં સીડીએમ મશીનમાં  નાણા જમા નહિ કરાવી  પોતાના અંગત ઉપયોગ માટે લઇ અને તે નાણાંમાંથી માત્ર 1,50,000 પરત આપી બાકીના રૂ.25,23,700 સરકારી નાણાની ઉચાપત કરી હતી.આ અંગે ં મેનેજર દેવેન્દ્રભાઈ રોહિદાસ નારાયણ પાટીલ (ઉ.વ.39) એ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જાણવા મળતી માહિતી પ્રમાણે આરોપી એકાઉન્ટન્ટની સુરત ખાતે બદલી થઇ ચુકી છે અને છેલ્લા દિવસોમાં આ પ્રવૃત્તિ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે તેવામાં પોલીસ દ્વારા આરોપી સામે કાર્યવાહી કરવા માટે ચક્રોગતિ માન કર્યા છે જોકે પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે હજુ સુધી આરોપી શખ્સની ધરપકડ થઇ નથી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer