મહત્તમ વય મર્યાદા વટાવી ચૂકેલા ઉમેદવારોને તક મળશે
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ,તા.14 : લોરક્ષક સંવર્ગોની 2018-19ની સીધી ભરતીમાં હવે પ્રતિક્ષા યાદી જાહેર કરાશે. રાજ્ય સરકારે લીધેલા આ નિર્ણય અનુસાર હવે મહત્તમ વય મર્યાદા વટાવી ચૂકેલા ઉમેદવારોને સરકારી સેવામાં જોડાવાની તક મળશે. આમ 2018-19ની લોકરક્ષકના વિવિધ સંવર્ગોની ભરતી મુદ્દે કરાયેલા નિર્ણય હેઠળ હવે 20 ટકા પ્રતિક્ષા યાદી જાહેર કરાશે. આ પ્રતિક્ષા યાદીની એલઆરડીની સીધી ભરતી માટે ઉપયોગ થશે. ઉલ્લેખનીય છે કે 20 ટકા એલઆરડી પ્રતિક્ષા યાદીની માગ સાથે ચાલી રહેલા આંદોલનને પગલે 22 એપ્રિલનાં રોજ ગૃહપ્ર્રધાન હર્ષ સંઘવીએ એલઆરડી ઉમેદવારોની 20 ટકા પ્રતિક્ષા યાદીની માગ સ્વીકારી લેતાં આંદોલનનો અંત આવ્યો હતો. આ બાબતે સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યના યુવાનોને વધુને વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે 2018-19ની લોરક્ષકના વિવિધ સંવર્ગોની સીધી ભરતીની જાહેરાત સંદર્ભે પ્રતિક્ષા યાદી ઓપરેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
લોકરક્ષકની સીધી ભરતીમાં હવે પ્રતિક્ષા યાદી જાહેર કરાશે
