જ્ઞાનવાપી મસ્જિદમાં કલ્પનાથી પણ ઘણું વધારે : હિંદુ પક્ષકાર

જ્ઞાનવાપી મસ્જિદમાં કલ્પનાથી  પણ ઘણું વધારે : હિંદુ પક્ષકાર
4 ઓરડા અને દીવાલનો સર્વે, આજે ફરી કાર્યવાહી
વારાણસી, તા.14 : વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે ચાલી રહ્યો છે. દરમિયાન હિંદુ પક્ષે પ્રતિક્રિયા આપી છે કે ત્યાં કલ્પનાથી પણ ઘણું વધારે છે. છેલ્લા કેટલાક દિવસથી સર્વેની કામગીરીમાં વાદ-વિવાદ અને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે ત્યારે 14 મે ના રોજ મસ્જિદના ભૂગર્ભમાં 4 ઓરડા અને પશ્ચિમી દીવાલનો સર્વે કરવામાં આવ્યો હતો.
મસ્જિદના સર્વે બાદ બહાર આવેલા વિશ્વ વૈદિક સનાતન સંઘના પ્રમુખ જીતેન્દ્ર સિંહ બિસેને કહ્યું કે ત્યાં કલ્પનાથી પણ ઘણું વધારે છે. સર્વે દરમિયાન શું મળ્યુ ? તે વિશે બિસેને કહ્યું કે મારી નહીં, આપણાં સૌની કલ્પનાથી વધુ ત્યાં છે. આવતી કાલના સર્વે માટે પણ ઘણું છે. કેટલાક તાળા ખોલવામાં આવ્યા, કેટલાક  તોડવા પડયા. સર્વેનો રિપોર્ટ સૌની સામે આવશે.
તેમણે કહ્યંy કે કોર્ટના નિર્દેશ અનુસાર જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે ચાલી રહ્યો છે. બંન્ને પક્ષે પોતાની વાત રજૂ કરી છે. સહમતિથી સર્વે ચાલી રહ્યો છે, કોઈ વિઘ્ન નથી. મસ્જિદ પરિસરમાંથી બહાર નિકળેલા વકીલોએ કહ્યું કે આશરે 4 કલાક સુધી સર્વેની કામગીરી ચાલી હતી. 1પ મે ના રોજ સવારે 8 વાગ્યાથી સર્વે ચાલુ રહેશે. જ્યાં જ્યાં સર્વે કરવાનો હતો ત્યાં ત્યાં કરાઈ રહ્યો છે. મસ્જિદની દીવાલો પર કોઈ ચિહૃન મળ્યુ ? ભોં માં આવેલા ઓરડાઓમાં શું મળ્યુ ? તે વિશે સર્વે રિપોર્ટ ગુપ્ત રાખવા કોર્ટનો નિર્દેશ હોવાનું પક્ષકારે જણાવ્યું હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer