5 વર્ષમાં 80,000 લોકો આગમાં હોમાયા

5 વર્ષમાં 80,000 લોકો આગમાં હોમાયા
નવી દિલ્હી તા.14 : દિલ્હી અને પંજાબમાં ભીષણ આગના બનાવ સામે આવ્યા છે. અગ્નિકાંડમાં નાગરિકોના જીવ ગયા હોય તેવો આ પહેલો બનાવ નથી. દેશમાં છાશવારે કોઈને કોઈ રીતે આગના બનાવ બનતાં રહે છે. તાજેતરમાં વૈશ્ણોદેવીથી પરત આવી રહેલી બસમાં આગ લાગતાં 4 મુસાફરના સળગી જવાથી મૃત્યુ થયા હતા. દેશમાં રહેણાંક ઈમારતમાં આગની ઘટનાઓ વધુ છે. ત્યાર પછીના ક્રમે વ્યાવસાયિક ઈમારતો અને સરકારી કચેરીઓમાં આગના બનાવો છે. ર0ર0માં સરકારી ઈમારતમાં આગની પ3 ઘટનાઓમાં પ7 લોકો મૃત્યુ પામ્યા હતા. આ સિવાય ફેકટરીઓમાં આગ અને કારમાં આગના બનાવે લોકોના જીવ લીધા છે.
આગના એક પછી એક બનાવ અને મૃત્યુઆંકને કારણે જનતામાં ખૌફનો માહોલ છે. અહેવાલ મુજબ, એક વર્ષમાં આગના 11 હજારથી વધુ બનાવ સામે આવી ચૂકયા છે જેમાં 9 હજારથી વધુ લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા.
 છેલ્લા પ વર્ષમાં 80 હજારથી વધુ લોકો આગમાં હોમાઈ ગયા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યૂરોએ જાહેર કરેલા આંકડા મુજબ,  વર્ષ ર01પ થી ર0ર0 વચ્ચે દેશમાં આગની અલગ અલગ 8ર007 ઘટનાઓ ઘટી છે જેમાં 80ર4ર લોકોના મૃત્યુ થયા છે. આગની સૌથી વધુ ઘટનાઓ વર્ષ ર01પમાં બની હતી જેમાં 184પ0 બનાવમાં 17700 નાગરિકના જીવ ગયા હતા.
વર્ષ ર0ર1નો ડેટા હજુ જાહેર કરાયો નથી પરંતુ ર0ર0 અંગે જાહેર કરાયા અનુસાર, આગના 93ર9 બનાવમાં કુલ 9110 લોકોના મૃત્યુ થયા હતા.
આગના સૌથી વધુ બનાવો મધ્યપ્રદેશમાં 1430 નોંધાયા હતા. બીજા ક્રમે ઓડિશા 1ર9ર, ત્યાર પછી મહારાષ્ટ્ર 76ર, તમિલનાડુ 743 અને કર્ણાટક પ60 રહ્યા હતા.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer