2 દિવસ રહેશે લૂનો પ્રકોપ

2 દિવસ રહેશે લૂનો પ્રકોપ
ક્યાંક કમોસમી વરસાદ, ક્યાંક ભીષણ ગરમીની આગાહી
નવી દિલ્હી, તા.14: દેશના અનેક રાજ્યમાં આગામી ર દિવસ સુધી લૂનો પ્રકોપ રહેવાની આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે. ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરતાં આઇએમડીએ જાહેર કર્યું કે પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી, એમપીથી મહારાષ્ટ્રના વિદર્ભ સુધી લૂનો પ્રકોપ રહેશે.
આઇએમડીના બૂલેટીન અનુસાર તમિલનાડુમાં 17 મે સુધીમાં વરસાદ સંભવ છે. ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને લેહ-લદ્દાખમાં વરસાદ પડી શકે છે. ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં લૂની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ભારતના દેશનાં સાતેક રાજ્યોમાં શનિવારે તાપમાનનો પારો 40થી 46 ડિગ્રી સે.વચ્ચે રહ્યો હતો. હરિયાણાનાં કેટલાંક ક્ષેત્રોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજીતરફ આસામના ગુવાહાટીમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer