CATમાં ખાલી જગ્યાઓ મામલે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
નવી દિલ્હી, તા.14: કેન્દ્ર સરકાર અથવા કોઈ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભાગ્યે જ કોઈ સરકારી વિભાગ હશે જેમાં જગ્યાઓ ખાલી ન હોય. ન્યાયપાલિકા અને પોલીસ વિભાગમાં તો મોટી સંખ્યામાં જગ્યાઓ વર્ષોથી ખાલી છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય લેતાં કહ્યું છે કે જ્યાં સુધી ટ્રિબ્યુનલોમાં ભરતીઓ ન થાય, ત્યાંના જજ તથા અન્ય સરકારી કર્મચારીઓ-અધિકારીઓ નિવૃત્તિની સમય મર્યાદા પાર કર્યા બાદ પણ કામ કરતાં રહે.
જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટેની બેંચે બંધારણના અનુચ્છેદ 14રમાં પદત્ત અધિકારોનો ઉપયોગ કરતાં કહ્યંy કે, કેન્દ્રીય પ્રશાસનિક ન્યાયાધીકરણો (સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યૂનલ)માં ન્યાયિક તથા પ્રશાસનિક સદસ્ય નિવૃત્તિ ન લે જ્યાં સુધી ખાલી પદો પર સરકાર ભરતીઓ ન કરે. કેટના 60 ટકા જેટલા પદો ખાલી પડયા છે. જેથી તેનું સામાન્ય કામકાજ પૂર્ણ કરવું પણ મુશ્કેલ છે. સુપ્રીમે કહ્યંy કે કેન્દ્ર સરકારની બેદરકારીને પગલે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ટ્રિબ્યુનલ છેલ્લા શ્વાસ લઈ રહી છે. દેશમાં કૈટની તમામ બેંચો માટે ફાળવવામાં આવેલા 69 સદસ્યમાંથી માત્ર ર9 જ
કાર્યરત છે.
ખાલી જગ્યાઓ ભરાય નહીં ત્યાં સુધી નિવૃત્તિ નહીં, કામ કરતા રહો : સુપ્રીમ
