નવા 2858 કેસ સામે સક્રિય કેસ ઘટીને 18,096
નવી દિલ્હી, તા. 14 : દેશમાં કોરોનાના કેસમાં આજે આંશિક વધારો નોંધાતાં 2858 નવા કેસ નોંધાયા હતા, જ્યારે સક્રિય કેસો ઘટીને 18,096 નોંધાયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જાહેર થયેલા આંકડા મુજબ મૃત્યુનો આંક વધીને 5,24,201 થયો છે. આજે વધુ 11 મૃત્યુ નોંધાયાં છે.
હાલમાં કુલ કેસોના માત્ર 0.04 ટકા છે. રાષ્ટ્રીય સ્તરનો કોવિડ-19નો સ્વસ્થતા દર 98.74 ટકા છે એવું મંત્રાલયે કહ્યું હતું. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 508 કેસનો ઘટાડો થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.59 ટકા અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 0.66 ટકા નોંધાયો છે. આ મહામારીનો ભોગ બનેલા લોકોમાંથી સાજા થયેલાઓની કુલ સંખ્યા વધીને 4,25,76,815 થઇ છે, જ્યારે મૃતકોની અત્યાર સુધી કુલ ટકાવારી 1.22 ટકા છે.
દેશમાં કોરોના કેસોમાં આંશિક વધારો : સક્રિય કેસ ઘટયા
