ખૂલીને રમવાથી શ્રેયસને મદદ મળશે : ગાવસ્કર

ખૂલીને રમવાથી શ્રેયસને મદદ મળશે : ગાવસ્કર
નીતિશ અને રિંકુના યોગદાનથી શ્રેયસ અય્યર ઉપરનો બોજ ઘટયો
નવી દિલ્હી, તા. 14 : પૂર્વ ભારતીય કેપ્ટન સુનિલ ગાવસ્કરના માનવા પ્રમાણે કેકેઆરના કેપ્ટન શ્રેયસ અય્યરને હવે ખૂલીને બેટિંગ કરવાથી આત્મવિશ્વાસ મળી શકે છે, કારણ કે મધ્યક્રમના બેટ્સમેન નીતિશ રાણા અને રિંકુ સિંહે આઇપીએલ 2022માં યોગદાન આપવાનું શરૂ કરી દીધું છે.
શનિવારે પૂણેના એમસીએ સ્ટેડિયમમાં હૈદરાબાદ સામે કોલકાતાના મેચ પહેલા નીતિશ અને રિંકુ તેમજ વૈંકટેશ અય્યરે મહત્ત્વપૂર્ણ રન કર્યા છે. જેનાથી ગાવસ્કરને લાગે છે કે ખુલીને બેટિંગ કરવાથી શ્રેયસ અય્યરને મદદ મળી શકે છે. ગાવસ્કરે કહ્યું હતું કે, શ્રેયસ કેકેઆર માટે એક પ્રમુખ એલાડી છે. તે જે ફ્રેન્ચાઇઝી માટે રમ્યો છે તેના માટે મહત્ત્વપૂર્ણ ખેલાડી બન્યો છે. તેવામાં શ્રેયસને બેટિંગના વિભાગમાં વધારે બોજ ઉઠાવવો પડયો નથી, કારણ કે નીતિશ રાણા અને રિંકુ સિંહનાં યોગદાનથી શ્રેયસને સ્વતંત્ર રીતે રમવામાં મદદ મળી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer