જામનગરમાં કન્સ્ટ્રકશનના ધંધાર્થીએ ઝેર પી જીંદગી ટૂંકાવી

દરેડમાં શ્રમિકનું વીજશોકથી મૃત્યુ
જામનગર,તા.14 : જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક પાસે જય સોસાયટી શેરી નં.1માં રહેતા અને કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતાં લક્ષ્મણભાઈ ભાયાભાઈ ધ્રાંગ નામના 39 વર્ષના યુવાને તા.11ના પોતાના ઘેર કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જયાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે જામનગરના દરેડ ગામે રામ મંદિર પાસે ભીખાભાઈ નંદાણીયાએ 24 જેટલી ઓરડીઓ બનાવવાનું કામ શરૂ કર્યું છે. જયાં બાંધકામમાં કાલાવડ તાલુકાના નાની ભલસાણ ગામના મયુર કિશોરભાઈ પરમાર તેમજ ડોનીશ ગોવિંદભાઈ પરમાર તથા અન્ય ત્રણ વ્યક્તિઓ કામ કરી રહ્યા હતાં તે વેળાએ શ્રમિકોને લોખંડનું પતરૂ ગોઠવવા જતાં ઈલેકટ્રીક વીજ વાયરમાંથી શોર્ટ લાગ્યો હતો.જેના કારણે પાંજરૂ પકડીને ઉભેલા ડોનીશભાઈને વધારે અસર થઈ હતી. આથી તેમને હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer