સુરત: રૂ.67.79 લાખની ઠગાઈમાં યુપીનો ગઠિયો ઝડપાયો

સુરત, તા.14 : સુરતમાં ઉધના ચાર રસ્તા સ્થિત  ઘોઘા રો-સર્વિસ ચલાવતી અને ડીકોકટ હાઉસમાં આવેલી ઈન્ડિગો સિવેલ પ્રા.લી. દ્વારા એક શીપને રીપેરીંગ માટે મુંબઈની કોચીન સીપયાર્ડ કંપનીમાં મોકલાવી હતી. દરમિયાન તા.10/ર ના મુંબઈની કોચીન શીપયાર્ડ કંપનીના નામે બોગસ મેઈલ કરીને રકમની માગણી કરવામાં આવી હતી.
આથી સુરતની કંપનીના એકાઉન્ટન્ટ સમકીત નટવરલાલ મહેતાએ મેઈલમાં આપેલી માહિતી મુજબ રૂ.67.79 લાખની રકમ બેંક ખાતામાં મોકલી આપી હતી. બાદમાં મુંબઈની કંપનીનો સંપર્ક કરતા આવું કોઈ પેમેન્ટ નહીં મળ્યાનું જણાવવામાં આવતા ગઠિયો કળા કરી ગયાની જાણ થઈ હતી. આ મામલે સમકીત મહેતાએ સાઈબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તપાસ હાથ ધરી હતી અને ઉત્તરપ્રદેશના નોઈડામાંથી શુભમ રામસ્વરુપ રામપ્રસાદ ગૌતમ નામના ગઠિયાને ઝડપી લઈ વધુ તપાસ અર્થે રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer