વિપક્ષી નેતાએ પૂછ્યું બે વખત પીએમ બન્યા હવે શું ? મોદીએ સંભળાવ્યો કિસ્સો

વિપક્ષી નેતાએ પૂછ્યું બે વખત પીએમ બન્યા હવે શું ? મોદીએ સંભળાવ્યો કિસ્સો
પીએમ મોદીએ કહ્યું, મારો હેતુ સરકારી યોજનાઓને 100 ટકા સફળ બનાવવાનો છે
નવી દિલ્હી, તા. 13 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલાસો કર્યો છે કે એક વખત તેમની પાસે વિપક્ષના મોટા નેતા આવ્યા હતા. વિપક્ષી નેતાએ તેઓને પૂછ્યું હતું કે જનતાએ બે વખત પીએમ બનાવ્યા હવે આગળ શું કરશો ? જેના ઉપર પીએમ મોદીએ કહ્યું હતું કે, તેઓનું લક્ષ્ય સરકારી યોજનાઓના મામલામાં 100 ટકા લક્ષ્યને મેળવવાનું છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, ભલે બે વખત દેશના વડાપ્રધાન બન્યા હોય પણ તેઓનો ઈરાદો આરામ કરવાનો નથી પણ સરકારી યોજનાઓને 100 ટકા સફળ બનાવવાનો છે અને તેના માટે નવા સંકલ્પો અને નવી ઉર્જા સાથે કવાયત કરવાની  તૈયારી કરવામાં આવી રહી છે. પીએમએ કહ્યું હતું કે, સરકારી મશીનરીએ કામગીરીની આદત રાખવી પડશે અને યોજનાઓને તેના 100 ટકા સુધી પહોંચાડવામાં છેલ્લા આઠ વર્ષમાં ઘણી સફળતા પણ મળી છે.
ઉત્કર્ષ સમારોહને વિડિયો કોન્ફરન્સ માધ્યમથી સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, આ સવાલ વિપક્ષના એક મોટા નેતાએ મુલાકાત દરમિયાન પુછ્યો હતો. જો કે પીએમ મોદીએ આ વિપક્ષી નેતાનું નામ આપ્યું નહોતું. પીએમએ કહ્યું હતું કે, તેઓ રાજકીય વિરોધ કરતા રહે છે પણ વિપક્ષી નેતા માટે આદર પણ ઘણો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer