જ્ઞાનવાપી સર્વેનો મુદ્દો સુપ્રીમમાં ઉઠાવતી મસ્જિદ સમિતિ

જ્ઞાનવાપી  સર્વેનો મુદ્દો સુપ્રીમમાં ઉઠાવતી મસ્જિદ સમિતિ
દસ્તાવેજ ચકાસણી વિના તુરંત સુનાવણીનો સીજેઆઈનો ઈનકાર
નવી દિલ્હી, તા.13 : વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વેનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. અંજુમન એ ઈંતેજામિયા વતી એડવોકેટ હુજેફા અહમદી દ્વારા આ સર્વે પર રોક લગાવવાની માગ કરતી એક અરજી દાખલ કરવામા ંઆવી છે જો કે કોર્ટ તુરંત સુનાવણીનો ઈનકાર કર્યો હતો. મસ્જિદ સમિતિએ પોતાની અરજીમાં હાઈકોર્ટના આદેશને પડકાર્યો છે.
આ પહેલા ગુરુવારે વારાણસીની કોર્ટના સિનિયર ડિવિઝન જજે જ્ઞાનવાપીનો સર્વે કરાવ્યા બાદ રિપોર્ટ જાહેર કરવાની સમય મર્યાદા નક્કી કરતાં આ મામલે મદદ માટે ફરજ પર મુકાયેલા કોર્ટ કમિશનર અજય મિશ્રાને બદલવાની માગ નામંજૂર કરી હતી. મામલો સુપ્રીમ કોર્ટમાં ઉઠાવવામાં આવ્યા બાદ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમન્નાએ કહ્યું કે દસ્તાવેજ જોયા વિના અમે મામલાને સુનાવણી માટે લિસ્ટ ન કરી શકીએ. પહેલા દસ્તાવેજ જોવા દો, પછી સુનાવણી અંગે વિચાર કરવામાં આવશે. જો કે કોર્ટે આ મામલે વહેલી સુનાવણી માટે તૈયારી દર્શાવી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer