મુંબઇ, તા.13: મુંબઇ ઇન્ડિયન્સ સામેના ગઇકાલના મેચની હાર સાથે ચેન્નાઇ સુપર કિંગ્સ પ્લેઓફમાંથી આઉટ થયું છે. ટીમની આ હાર બાદ હેડ કોચ સ્ટીફન ફલેમિંગે ઇનિંગની શરૂઆતમાં ડીઆરએસ સિસ્ટન ઉપલબ્ધ ન હોવાને દુર્ભાગ્યપૂર્ણ કહ્યંy છે. આ મેચમાં શરૂઆતમાં કેટલાક ફેંસલા ચેન્નાઇની વિરૂધ્ધમાં ગયા હતા. પહેલી ઓવરમાં જ ચેન્નાઇનો ઇન ફોર્મ બેટસમેન ડવેન કોન્વે એલબીડબ્લયૂ આઉટ જાહેર થયો હતો. આ પછી ઉથપ્પા પણ આ જ રીતે આઉટ થયો હતો. આ સમયે ડીઆરએસ સુવિધા ઉપલબ્ધ ન હતી. ટીવી રિપ્લેમાં બન્ને કિસ્સામાં જોવા મળ્યું કે ડીઆરએસથી બેટસમેન નોટઆઉટ જાહેર થવાની સ્થિતિમાં હતા.
મેચ બાદ કોચ ફલેમિંગે કહ્યંy કે અમારા માટે આ વાત દુર્ભાગ્યપૂર્ણ છે. અમે થોડા નિરાશ છીએ, પણ આ રમતનો એક ભાગ છે. નિશ્ચિત રીતે અમારી શરૂઆત સારી ન હતી. અમારા માટે સકારાત્મક એ છે કે મુકેશ (ચૌધરી) અને સિમરનજીતે નવા દડાથી શાનદાર બોલિંગ કરી. નવી સિઝનમાં દીપક ચહર સાથે અમને હવે નવા વિકલ્પ મળ્યા છે. અમે હવે સ્પર્ધામાંથી બહાર થઇ ચૂકયા છીએ. બાકીના બે મેચમાં અન્ય ખેલાડીઓને અજમાવશું.