જૂ. શૂટીંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સૌરભ-ઇશાની જોડીને ગોલ્ડ

જૂ. શૂટીંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સૌરભ-ઇશાની જોડીને ગોલ્ડ
નવી દિલ્હી, તા.13: જર્મનીમાં ચાલી રહેલી જૂનિયર શૂટીંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય જોડી સૌરભ ચૌધરી અને ઇશા સિંહે 10 મીટર એર પિસ્તોલ મિકસડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સ્પર્ધાનો સિલ્વર મેડલ પણ ભારતીય જોડી પલક અને સરબજોત સિંહના ફાળે આવ્યો છે. આ ઉપરાંત 10 મીટર એર રાયફલ મિકસ્ડ સ્પર્ધામાં રમિતા અને પાર્થ મખીજાની જોડીએ રજત ચંદ્રક જીત્યો છે. વર્લ્ડ જૂ. શૂટીંગ ચેમ્પિયનશિપમાં ભારતે અત્યાર સુધીમાં 4 ગોલ્ડ અને 6 સિલ્વર મેડલ જીત્યા છે. સૌરભ-ઇશા ઉપરાંત શિવા નરવાલ, રૂદ્રાક્ષ પાટિલ અને પલકે ગોલ્ડ પર નિશાન તાંકયા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer